Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સંસદ ઉપર ઝંડો ફરકાવશુ : ખાલિસ્તાની સંગઠનની જાહેરાતથી ઇન્ટેલિજન્સ એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હી : શિખ ફોર જસ્ટિસ સંગઠન દ્વારા ખેડૂતોને સંસદનો ઘેરાવ કરવા અને ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની અપીલ કરીને એક ઓનલાઈન વીડિયો જાહેર કર્યા બાદ ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યુ છે. દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓને ગુપ્તચર એજન્સીઓ દ્વારા સંતર્ક રહેવા માટે કહ્યું છે.

સિરસામાં ખેડૂત આંદોલન હેઠળ સંસદ સુધી ટ્રેકટર યાત્રાને લઇને શનિવારે ફોન કોલ પણ આવ્યો. જેમાં ટ્રેકટર લઇને સંસદ કૂચનું આહ્વાન કરવામાં આવ્યું. આ સાથે જ ખાલિસ્તાનનો ઝંડો લઇને જવાની વાત કહેવામાં આવી છે. કૉલ દરમ્યાન કહેવામાં આવ્યું છે કે સિખ ફોર જસ્ટિસ તેના માટે સવા લાખ ડૉલર આપશે.  શનિવારે લોકોના મોબાઈલ પર કોલ આવ્યો. જેમાં ૨૯ નવેમ્બરે ટ્રેકટર લઇને સંસદ કૂચનું આહ્વાન કરવામાં આવ્યું. ખાસ કરીને પંજાબના ખેડૂતો અને યુવાનોને પંજાબીમાં સંબોધન કરીને કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાનનો કેસરી ઝંડો લઇને ચઢી જાઓ. જેના પર સિખ ફોર જસ્ટિસ સવા લાખ ડૉલર આપશે.

(3:56 pm IST)