Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જીતના કિનારે આવેલી કાનપુર મેચ ડ્રો :બપોર બાદ સ્પિનરોનો તરખાટ રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ અને અશ્વિને 3 વિકેટ ઝડપી

શ્રેયસ અય્યરે બંને દાવમાં શાનદાર રમત રમી :રિદ્ધિમાન સાહાએ પણ બીજા દાવમાં અર્ધશતક નોંધાવ્યુ

ભારતીય બોલરોએ બપોર બાદ મેચને ભારત તરફી પલટતુ આક્રમણ કર્યુ હતુ. મેચમાં ન્યુઝીલેન્ડના બીજા દાવમાં જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે અશ્વિને 3 વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમ વતી શ્રેયસ અય્યરે બંને દાવમાં શાનદાર રમત રમી હતી. અય્યરે પ્રથમ દાવમાં શતક નોંધાવ્યુ હતુ અને બીજા દાવમાં શાનદાર અર્ધશતક નોંધાવ્યુ હતુ. સાથે જ રિદ્ધિમાન સાહાએ પણ બીજા દાવમાં અર્ધશતક નોંધાવ્યુ હતુ.

આમ પરીણામ ડ્રો રહ્યુ હતુ.

ભારતીય બોલરોએ બપોર બાદ મેચને ભારત તરફી પલટતુ આક્રમણ કર્યુ હતુ. મેચમાં ન્યુઝીલેન્ડના બીજા દાવમાં જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે અશ્વિને 3 વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમ વતી શ્રેયસ અય્યરે બંને દાવમાં શાનદાર રમત રમી હતી. અય્યરે પ્રથમ દાવમાં શતક નોંધાવ્યુ હતુ અને બીજા દાવમાં શાનદાર અર્ધશતક નોંધાવ્યુ હતુ. સાથે જ રિદ્ધિમાન સાહાએ પણ બીજા દાવમાં અર્ધશતક નોંધાવ્યુ હતુ. તેમજ અશ્વિને પણ મહત્વપૂર્ણ રમત રમી હતી. જેને લઇ ભારતીય ટીમે 7 વિકેટે 234 રનનો સ્કોર કરી દાવ ડીક્લેર કર્યો હતો. 49 રનની સરસાઇ સાથે ભારતે ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો હતો.

ન્યુઝીલેન્ડના લાથમનુ અર્ધશતક

કિવી ટીમ લક્ષ્‍ય સુધી પહોંચવા માટેની શરુઆત ખરાબ રહી હતી. ઓપનીંગ જોડી 3 રનના સ્કોર પર જ તૂટી ગઇ હતી. વિલ યંગ પ્રથમ વિકેટના રુપે પેવેલિયન પરત ફર્યો હતો. તેણે માત્ર 2 રન જ કર્યા હતા. ત્યાર બાદ ટોમ લાથમે (52) અર્ધશતક સાથે વિલિયમ સમરવિલે (36) સાથે મળીને રમતને આગળને વધારી હતી. બંનેએ 76 રનની ભાગીદારી રમત રમી હતી. કેપ્ટન કેન વિલિયમસને 24 રનની ઇનીંગ રમી હતી.

રોઝ ટેલર (2), હેનરી નિકોલસ (1) અને ટોમ બ્લુન્ડેલ (2) ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. આમ 3 વિકેટે 118 રનના સ્કોર પર રહેલી ભારતીય ટીમ 138 રન પર પહોંચતા 7 વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ વિકેટ માટે રચિન રવિન્દ્ર અને એજાઝ પટેલ હાર-જીત વચ્ચે દિવાલ બની ઉભા રહી ગયા હતા.

 

રવિન્દ્ર જાડેજાએ પણ કમાલનુ બોલીંગ પ્રદર્શન કર્યુ હતુ. તેણે 4 વિકેટ ઝડપી હતી. વિલિયમસન અને રોઝ ટેલર તેમજ જેમિસનની વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ અને ઉમેશ યાદવે એક એક વિકેટ ઝડપી હતી. કાનપુરની પિચ પર બીજી ઇનીંગમાં પણ અશ્વિન 3 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. તેણે બંને ઓપનરો ટોમ લાથમ, વિલ યંગ અને ટોમની વિકેટ ઝડપી હતી. જેમાં બે વિકેટ ક્લિન બોલ્ડ મેળવી હતી.

 

બીજા દાવની શરુઆત ભારતીય ટીમ માટે ખરાબ રહી હતી. ભારતે 2 રનના સ્કો પર જ શુભમન ગીલ (1) ના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આજે સવારે એટલે કે ચોથા દિવસની રમતની શરુઆત પણ ખરાબ રહી હતી. ચેતેશ્વર પુજારા (22) ના રુપમાં બીજી વિકેટ પણ ઝડપ થી ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ભારતે એક બાદ એક વિકેટ ગુમાવતા 51 રનના સ્કોર પર જ ભારતના 5 ખેલાડીઓ પેવેલિયન પરત પહોંચી ચુક્યા હતા. મયંક અગ્રવાલ (17) અને રવિન્દ્ર જાડેજા (0) ને ટિમ સાઉથી એ એક જ ઓવરમાં પોતાના શિકાર બનાવ્યા હતા. કેપ્ટન અજીંક્ય રહાણે (4) ની રમત પણ નિરાશાજનક રહી હતી.

જોકે અય્યર અને સાહાની રમતે ટીમને પડકારજનક સ્થિતીમાં પહોંચાડી, કિવી ટીમના ઉત્સાહને ક્ષણીક બનાવી દીધો હતો. અય્યરે (65) પ્રથમ ઇનીંગમાં શતક જમાવ્યા બાદ બીજી ઇનીંગમાં અર્ધશતક જડી દીધુ હતુ. અશ્વિને (32) પણ મુશ્કેલ સ્થિતીમાં અય્યરને સાથ આપતી રમત દર્શાવી હતી. ઇજાથી પિડાતા રિદ્ધિમાન સાહા (61) એ બેટીંગ કરવા મેદાને આવતા તેમે મુશ્કેલ સ્થિતીમાં નિચલા મધ્મમ ક્રમે ફીફટી નોંધાવી હતી. તેની રમતમાં અક્ષર પટેલે (28) પણ મહત્વપૂર્ણ સાથ આપ્યો હતો. બંને નોટ આઉટ રહ્યા હતા.

(4:41 pm IST)