Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સંસદમાં વડાપ્રધાનના આગમન વખતે અન્ય સંસદ સભ્યોની પ્રવેશબંધી સામે નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલઃ લોકસભા અધ્યક્ષને લેખિત ફરિયાદ

સંસદમાં તમામ સભ્યો સમાન કહેવાય છતાં વડાપ્રધાનના આગમન વખતે અન્ય સંસદસભ્યોને પ્રવેશ નહીં આપી લાંબી લાઇનમાં ઉભા રાખવા ઍ અનુચિત અને ખેદજનક હોવાનું જણાવ્યુ

નવી દિલ્હીઃ આજે સંસદના સત્ર વખતે વડાપ્રધાનનું આગમન થતા તમામ સંસદસભ્યોની ગાડી દરવાજા પર ઉભી રખાતા લાંબી લાઇનો લાગી હતી. જેની સામે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલઍ નારાજગી વ્યક્ત કરી અને આ બાબતે લોકસભાના અધ્યક્ષશ્રીને પત્ર પાઠવીને આ બાબત અનુચિત હોવાનું જણાવ્યુ હતું.

પત્રમાં શક્તિસિંહ ગોહિલઍ ઉલ્લેખ કર્યો છે કે, સંસદના પરિસરમાં પરંપરા અનુસાર બધા જ સંસદસભ્યો સમાન અધિકારના હક્કદાર છે. વડાપ્રધાન પણ સંસદસભ્યની બરોબર જ કહેવાય. તેઅોનો કોઇ વિશેષાધિકાર પ્રાપ્ત નથી. પરંતુ ખેદપૂર્વક જણાવવાનું કે, વડાપ્રધાન જ્યારે સંસદ ભવનમાં આવનાર હોઇ તે અગાઉથી સુરક્ષાના નામે અન્ય સંસદસભ્યોને પ્રવેશ અપાતો નથી અને રોકવામાં આવતા હોવાથી સંસદસભ્યોઍ લાંબી લાઇનમાં ઉભુ રહેવુ પડે છે. આ બાબત યોગ્ય કહી ન શકાય. આજે આ પ્રકારનો અનુભવ મને ખુદને થયો છે ત્યારે આવતા દિવસોમાં સંસદ પરિસરમાં સાંસદના વાહનોને રોકવામાં ન આવે તેવો અનુરોધ શક્તિસિંહ ગોહિલઍ પત્રના અંતમાં કર્યો છે.

(5:31 pm IST)