Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

પાક. મોડેલે ગુરૂદ્વારા સામે માથું ઢાંક્યા વગર ફોટો શૂટ કરાવ્યું

બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ માટે ફોટો શૂટ કરાવતા વિવાદ : વિવાદમાં ઘેરાયેલી આ પાકિસ્તાની મોડલનું નામ સુલેહા છે, મોડલે પોતાની પોસ્ટમાં ઉર્દૂમાં અજીબોગરીબ કેપ્શન આપી

કરતારપુર સાહિબ, તા.૨૯ : કરતારપુર ગુરુદ્વારા દરબાર સાહિબ સામે થયેલા એક ફોટોશૂટને લઈને એક પાકિસ્તાની મોડલ વિવાદમાં છે. જાહેરાતની તસવીર સામે આવ્યા બાદ લોકો મોડલ અને જે બ્રાન્ડ માટે એડ શૂટ થયું તેને પણ નિશાના પર લઈ રહ્યા છે.

ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ પાકિસ્તાનમાં મહિલાઓ માટે ઓનલાઈન કપડાં વેચનારા મન્નત સ્ટોરએ કર્યું. જેણે પોતાની બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ માટે જે ફોટો શૂટ કરાવ્યા તેમાં જોવા મળી રહેલી મોડલ માથું ઢાંક્યા વગર ગુરુદ્વારા સામે ફોટો ક્લિક કરાવી રહી છે. જેના બેકગ્રાઉન્ડમાં ગુરુદ્વારા દરબાર સાહિબ પરિસર છે.

વિવાદમાં ઘેરાયેલી પાકિસ્તાની મોડલનું નામ સુલેહા છે. ઈન્સ્ટાગ્રામ પર સ્વાલાoલાલા નામથી બનેલા તેના એકાઉન્ટ પર ૨૮ હજાર ફોલોઅર્સ છે. તસવીરને પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સ પણ ભડકી ગયા છે.

અત્રે જણાવવાનું કે સ્ટોરની માલિકણે પણ ફોટોશૂટ કરાયેલી અનેક આપત્તિજનક તસવીરો શેર કરી છે. બાજુ મોડલે પણ પોતાની પોસ્ટમાં ઉર્દૂમાં અજીબોગરીબ કેપ્શન આપી છે.

અત્રે જણાવવાનું કે પહેલીવાર નથી બન્યું કે જ્યારે શ્રદ્ધાળુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કોશિશ કરાઈ હોય. અગાઉ પણ કેટલાક લોકો ટીકટોક વીડિયો બનાવતા પકડાયા હતા.

તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે લાલ રંગના સૂટમાં એક મોડલ પોઝ આપી રહી છે. શીખોની સૌથી મોટી પ્રતિનિધિ સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ ગુરુદ્વારા પરિસરની અંદર પોસ્ટર લગાવ્યા જેમાં લખ્યું છે કે અહીં મનોરંજન માટે વીડિયો શૂટ કરવા. આમ છતાં પ્રકારનું ફોટોશૂટ થયું.

હવે સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો પર પ્રતિક્રિયા આપતા દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના ફોર્મર પ્રેસિડેન્ટ પરમજીત સિંહ સરનાએ કહ્યું કે ખુબ આપત્તિજનક છે જેનાથી અમારી ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે એમ પણ કહ્યું કે ' મુદ્દાને પાકિસ્તાન ઈવૈક્યૂઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના ચેરમેન ડોક્ટર અમર અહેમદ સામે ઉઠાવવામાં આવશે. પાકિસ્તાને શીખ મર્યાદાનું પાલન કરાવવા માટે ગુરુદ્વારા પરિસરમાં ઉર્દૂમાં પણ નિર્દેશ લખવા જોઈએ.'

(7:10 pm IST)