Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ઓમીક્રોનથી વિશ્વમાં ફફડાટ :જાપાનમાં વિદેશીઓની એન્ટ્રી બંધ : સિંગાપોરે કડક નિયંત્રણો લાદ્યા:નેધરલેન્ડે લગાવ્યું લોકડાઉન

નવી દિલ્હી : કોરોના વાયરસના નવા વેરિએન્ટ Omicronના ડરના કારણે દુનિયાભરના દેશોમાં ફરી પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. જાપાને આગલા આદેશ સુધી તમામ વિદેશની નાગરિક પર રોક લગાવવાની ઘોષણા કરી દીધી છે. જાપાનના વડાપ્રધાન ફૂમીયો કિશિદાએ કહ્યું કે, COVID 19ના નવા વેરિએન્ટ Omicronને ધ્યાનમાં રાખતા હાલ દેશમાં નવા વિદેશી નાગરિકોની એન્ટ્રી પર બેન લગાવવામાં આવી રહ્યો છે

જાપનના વડાપ્રધાન ફૂમીયો કિશિદાએ કહ્યું કે જાપાન સીમા પર નિયંત્રણને વધારવાના ઉપાય પર વિચાર કરી રહ્યા છે. કિશિદાએ રીપોર્ટર્સ સાથે વાત કરતા જણાવ્યું કે એમની યોજના દક્ષિણ આફ્રિકા અને એની પાસેના આઠ દેશોના યાત્રીઓ માટે 10 દિવસ સુધી ફરજીયાત ક્વોરેન્ટાઇન ઉપરાંત અન્ય પગલાંની ઘોષણા કરવામાં આવી છે. જાપાને હજુ પણ કોઈ અન્ય દેશના પર્યટકોની અહીં આવવા પર પ્રતિબંધ મુકાયો છે.

જાપાન પહેલા સિંગાપોરે પણ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને કડક નિયંત્રણો જાહેર કર્યા છે. ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે, સિંગાપોરે કરાત, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UEA) ના પ્રવાસીઓને આપવામાં આવતી આઇસોલેશન મુક્તિ (VTL) સ્થગિત કરી દીધી છે જેમને રસી આપવામાં આવી છે. સિંગાપોરના આરોગ્ય વિભાગે રવિવારે રાત્રે જણાવ્યું હતું કે આ દેશોના પ્રવાસીઓને અગાઉ 6 ડિસેમ્બરથી આઇસોલેશનમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ હવેથી VTL આગળની સૂચના સુધી મુલતવી રાખવામાં આવ્યું છે.

નોવેલ કોરોનાવાયરસ, ઓમિક્રોનના 13 પુષ્ટિ થયેલા કેસો વચ્ચે વાયરસના ફેલાવાને રોકવા માટે નેધરલેન્ડ્સમાં રવિવારે કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનની નવી માર્ગદર્શિકા અનુસાર રેસ્ટોરાં, બાર, બિન-આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો, સિનેમા હોલ અને થિયેટરો અને અન્ય જાહેર સ્થળો સાંજે 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી બંધ રહેશે. વિલ્કો ક્લિપેન, જે નિજમેગેન શહેરમાં એક રેસ્ટોરન્ટ ચલાવે છે, જણાવ્યું હતું કે નવીનતમ લોકડાઉન તેની બાકીની બચતને નાશ કરશે.

(8:32 pm IST)