Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

માનહાનિ ફોજદારી કેસમાં નવાબ મલિકના જામીન મંજુર : બીજેપી લીડર મોહિત ભારતીયએ મુંબઇ કોર્ટમાં ફરયાદ નોંધાવી હતી : પોતાના સાળાને ડ્રગ કેસમાંથી મુકત કરાવવા પાર્ટીના વગનો ઉપયોગ કર્યો હોવાનો મલિકે ખોટો આક્ષેપ કર્યો હતો

મુંબઇ : માનહાનિ ફોજદારી કેસમાં મુંબઇ મેટ્રો પોલીટન મઝગાવ મેજીસ્‍ટ્રેટ જવાબ મલિકના જામીન મંજુર કર્યા છે.

બીજેપી લીડર મોહિત ભારતીયીએ પોતાના સાળાને ડ્રગ કેસમાંથી છોડાવવા માટે નાર્કોટીક ડ્રગ કન્‍ટ્રોલ બ્‍યુરો ઉપર પોતાની વગનો ઉપયોગ કર્યો હોવાનો કથિત આક્ષેપ કરવા બદલ મોહિત ભારતીયને નવાબ મલિક વિરૂધ્‍ધ માનહાનિ ફોજદારી કેસ કર્યો હતો. આથી નામદાર કોર્ટે નવાબ મલિકને કોર્ટમાં હાજર થવા સમન્‍સ પાઠવ્‍યું હતું.

કોર્ટમાં હાજર થયેલા નવાબ મલિકને રજુઆત કરી હતી કે પોતાના ઉપરનો આરોપ જામીન મળવા પાત્ર હોવાથી જામીન મળવા જોઇએ.

નામદાર કોર્ટે મલિકની રજુઆત ધ્‍યાને લઇ તેમને જામીન ઉપર મુકત કર્યા હતા. તેવું બી. એન્‍ડ બી. દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)