Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રાજદ્રોહ કેસના આરોપી શરજીવ ઇમામના જામીન અલ્‍હાબાદ હાઇકોર્ટે મંજુર કર્યા : અલીગઢ મુસ્‍લિમ યુનિવર્સિટીમાં જાન્‍યુ. ર૦ર૦માં સીએએ વિરૂધ્‍ધ કરેલા ઉદ્‌્‌બોધનમાં કોમી તનાવ ફેલાવવાનો આરોપ હતો

અલ્‍હાબાદ : અલીગઢ મુસ્‍લિમ યુનિવર્સિટીમાં ૧૬ જાન્‍યુ. ર૦ર૦ના રોજ સીટીઝનશીપ એપેન્‍ડમેન્‍ટ એકટ (સીએએ) વિરૂધ્‍ધ ઉદ્‌્‌બોધન કરતી વખતે કોમી તનાવ ફેલાવવાના આરોપી શરજીત ઇમામના જામીન અલ્‍હાબાદ હાઇકોર્ટ મંજુર કર્યા છે.

જસ્‍ટીસ સૌમિત્રા દયાલ સિંઘએ ઇમામને જામીન ઉપર મુકત કરવાના આપેલા ચુકાદાની વધુ વિગત મેળવવાની બાકી છે.

ગયા મહિને સીએએ વિરૂધ્‍ધ ડીસેમ્‍બર ર૦૧૯માં ઇમમે કરેલા ઉદ્‌્‌બોધન વિરૂધ્‍ધ દાખલ કરેલા કેસમાં જામીન આપવાનો નામદાર કોર્ટે ઇન્‍કાર કર્યો હતો.

એડીશ્નલ સેશન જજ અનુજ અગરવાલે ૧૩ ડીસે. ર૦૧૯ના રોજ ઇમામે કરેલા ઉદ્‌્‌બોધન અંગે જામીન આપવાનો ઇન્‍કાર કર્યો હતો. જે અંતર્ગત નામદાર કોર્ટે જણાવ્‍યું હતું કે ઇમામનું ઉદ્‌્‌બોધન તથા તેના ટોન સંપૂર્ણપણે કોમી તનાવ ફેલવાતો હોવાનું જણાયું છે. તથા સમાજની શાંતિનો ભંગ કરાયો હોવાનું જણાયું છે. તેવુ઼ બી એન્‍ડ બી. દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)