Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

બળાત્‍કારનો ભોગ બનેલી મહિલાને રક્ષણ આપવાનો નિયમ માત્ર કાગળ ઉપરઃ પીડિતાને પોલીસ સ્‍ટેશનના ધક્કા ખાવા પડે અને કોર્ટમાં ફરીયાદ કરવી પડે તે બાબત અયોગ્‍ય હોવાની કેરાલા હાઇકોર્ટની ટકોર

કેરળ :  બળાત્‍કારનો ભોગ બનેલી મહિલાએ ફરીયાદ નોંધાવવા પોલીસ સ્‍ટેશનના ધક્કા ખાવા પડે તેમ છતાં તેને રક્ષણ મળવાને બદલે આરોપી ઉપરાંત બે પોલસ અધિકારી દ્વારા પણ ધમકી મળે તે બાબત દર્શાવે છે કે પીડિતાને રક્ષણ આપવાનો નિયમ માત્ર કાગળ ઉપર જોવા મળી રહ્યો છે.

જસ્‍ટીસ દેવન રામચંદ્રને આસી. પોલીસ કમિશનરને કરેલી મૌખિક ટકોર મુજબ કોઇપણ પીડિત મહિલા પોતાની ઓળખ જાહેર કરવા માંગતી ન હોવાથી પોલીસ અધિકારીએ તેને પોલીસ સ્‍ટેશને ધક્કા ખવડાવવાને બદલે તેના નિવાસ સ્‍થાને જઇને ફરીયાદ નોંધણી જોઇએ.

નામદાર કોર્ટે ઉમુર્યુ હતું કે મોટા ભાગના કેસમાં જોવા મળે છે તે મુજબ પીડિતાઓએ પોલીસ સ્‍ટેશન ઉપરાંત કોર્ટમાં પણ આવવું પડે છે. પીડિતાની ફરીયાદનું નિવારણ પોલીસ તંત્ર દ્વારા થઇ જવુ જોઇએ તેમજ તેને રક્ષણ પણ મળવું જોઇએ જો આ નિયમનો અમલ ન થાય તો તે માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. સમગ્ર કાર્યવાહી પરિવર્તન માંગે છે તેવું નામદાર કોર્ટે નોંધ્‍યું હતું.

પીડિતાએ ગર્ભપાત કરાવવા માટે પણ પોલીસ તંત્ર પાસે મંજુરી માંગી હતી તેથી તેને આ અંગે યોગ્‍ય માર્ગદર્શન આપવાને બદલે અમારી સતામાં આ બાબતે આવતી નથી તેવું કહી દેવું યોગ્‍ય નથી.

નામદાર કોર્ટએ પોલીસ તંત્રનો ખુલાસો માંગવાની સાથે આગામી મુદત ૧૦ ડિસેમ્‍બર ર૦ર૧ ના રોજ રાખી છે તેવું બી. એન્‍ડ બી. દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)