Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

પત્‍નીને ભરણપોષણની ચડત રકમ ચુકવી દેવા મુંબઇ પોલીસ કમીશનરને બોમ્‍બે હાઇકોર્ટનો આદેશ : છેલ્લા ચાર માસથી રકમ મળવાનું બંધ થતા પત્‍નીએ બોમ્‍બે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્‍યા

મુખ્‍ય સમાચાર મુંબઇ : મુંબઇ પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ પત્‍નીને ચુકવવાની થતી ભરણપોષણની રકમ છેલ્લા ચાર માસથી નહીં ચુકવતા પત્‍નીએ બોમ્‍બે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્‍યા હતા. આથી નામદાર કોર્ટે ચડત રકમ ચુકવી દેવાનો પોલીસ કમિશ્નર પતિને આદેશ કર્યો છે જે ૬ ડીસે. ર૦ર૧ સુધીમાં ચુકવી દેવાની સુચના આપી છે.

જસ્‍ટીસ એ.એ. સૈયદ તથા એસ.જી. દીધેની બેંચ સમક્ષ દાખલ કરેલી પીટીશનમાં મહિલાએ પોતાનું રહેણાંક પણ નાગપુર કે પુનાની સારી જગ્‍યામાં ફેરવાવી દેવાની પણ અરજ ગુજારી છે. મહિલાના એડવોકેટ કરેલી રજુઆત મુજબ મહિલાનો પતિ સીનીયર આઇ.પી.એસ. ઓફિસર છે. જેનો પગાર વધતો રહે છે. તેથી ભરણપોષણની રકમમાં પણ વધારો થવો જોઇએ. તેમજ મહિલાના પતિએ રકમ મોડી ચુકવ્‍યાનો બનાવ આ પહેલી વખતનો નથી. આ અગાઉ પણ તેણે રકમ અનિયીમત રીતે ચુકવી છે.

આથી નામદાર કોર્ટે પોલીસ કમિશ્નર નાગરાલેનો ખુલાસો માંગ્‍યો છે. તથા હાલની તકે ૬ ડીસે. ર૦ર૧ સુધીમાં ચડત રકમ ચુકવી દેવાનો આદેશ કર્યો છે. તેવુ઼ બી. એન્‍ડ બી. દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)