Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ભારતીય મૂળના પરાગ અગ્રવાલ બન્યા Twitter ના નવા CEO

પરાગ અગ્રવાલ 2011 થી ટ્વિટર સાથે જોડાયેલા છે અને 2017 થી CTO છે : નામ જાહેર કર્યા પછી, Twitterના CTOએ કહ્યું કે હું સન્માનિત અનુભવું છું

નવી દિલ્હી ; Twitter Incના સહ-સ્થાપક અને CEO જેક ડોર્સીએ રાજીનામું આપ્યું. તેમના રાજીનામાના પત્રમાં જેક ડોર્સીએ જણાવ્યું હતું કે કંપનીમાં સહ-સ્થાપકથી CEO, પછી ચેરમેન, એક્ઝિક્યુટિવ ચેરમેન, વચગાળાના-CEO થી CEO સુધી લગભગ 16 વર્ષ કામ કર્યા પછી, મેં નક્કી કર્યું કે આખરે મારા માટે છોડવાનો સમય આવી ગયો છે. પરાગ અગ્રવાલ (Parag Agarwal)અમારા CEO બની રહ્યા છે.

ડોર્સી 2022માં તેમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી બોર્ડમાં રહેશે. પરાગ અગ્રવાલ 2011 થી ટ્વિટર સાથે જોડાયેલા છે અને 2017 થી CTO છે. નવા CEO પરાગ અગ્રવાલનું નામ જાહેર કર્યા પછી, Twitterના CTOએ કહ્યું કે હું સન્માનિત અનુભવું છું.

(11:09 pm IST)