Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

છેલ્લા બે વર્ષની તુલનામાં આ વર્ષે આતંકી હુમલામાં ઘટાડો : રાજ્ય રક્ષા મંત્રી અજય ભટ્ટે ગણાવ્યા આંકડા

આતંકવાદી હુમલા અને આ હુમલાઓમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા છેલ્લા બે વર્ષની સરખામણીએ ઓછી

નવી દિલ્હી :રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે વર્ષ 2021માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓમાં ઘટાડો થયો છે. આ હુમલાઓમાં શહીદ થયેલા જવાનોની સંખ્યામાં ઘટાડો થયો છે. અજય ભટ્ટે કહ્યું કે આ વર્ષે આતંકવાદી હુમલા અને આ હુમલાઓમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા છેલ્લા બે વર્ષની સરખામણીએ ઓછી છે

આંકડાઓ રજૂ કરતાં તેમણે કહ્યું કે વર્ષ 2019માં 594 આતંકવાદી હુમલા થયા હતા, જ્યારે 2020માં તેમની સંખ્યા 244 હતી. તે જ સમયે આ વર્ષે 15 નવેમ્બર સુધી 196 આતંકવાદી હુમલા થયા છે. એ જ રીતે, આ હુમલાઓમાં શહીદ થયેલા જવાનોનો આંકડો જણાવતા તેમણે કહ્યું કે વર્ષ 2019માં આતંકવાદી હુમલામાં 80 જવાનો શહીદ થયા હતા, જ્યારે વર્ષ 2020માં આ આંકડો 62 છે. વર્ષ 2021માં 23 નવેમ્બર સુધી જેમાં 35 જવાનો શહીદ થયા છે.

  હાલમાં જ જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે માહિતી આપતા કહ્યું હતું કે હાલમાં શ્રીનગરમાં કોઈ સક્રિય આતંકવાદી નથી. તેણે કહ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા નાગરિકોને નિશાન બનાવ્યા બાદ સેનાએ સફળતાપૂર્વક ઘણા ઓપરેશન કર્યા છે. 20થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલમાં જ નાગરિકોની હત્યામાં સામેલ તમામ આતંકવાદીઓ આ અથડામણમાં માર્યા ગયા છે. માત્ર એક આતંકવાદી બાસિત બચ્યો છે, જેની શોધ ચાલુ છે.

(11:55 pm IST)