Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ:અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા નવા રાજકીય સમીકરણો રચાવાના એંધાણ

પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા નવા રાજકીય સમીકરણો રચાવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ભાજપ સાથે ગઠબંધનની અટકળો વચ્ચે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર સાથે મુલાકાત કરતા રાજકીય ગરમાવો આવ્યો છે

કેપ્ટન અમરિંદર ખટ્ટરને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા. બંને નેતાઓ વચ્ચે અનેક મહત્વના મુદ્દે વાતચીત થઇ હોવાની શક્યતા સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. ખટ્ટર સાથેની બેઠક બાદ કેપ્ટન અમરિંદર સિંહે આ મુલાકાતને ઔપચારિકતા ગણાવી હતી

 

આ પહેલા કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે કોંગ્રેસને સારી રીતે ઓળખે છે આથી તેમના માટે કોંગ્રેસ પર હુમલો કરવો સરળ રહેશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પંજાબમાં કોંગ્રેસે અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદ પરથી હટાવી ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેના પછી કેપ્ટને અપમાન ગણાવી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે તેમણે અત્યાર સુધી સત્તાવાર રીતે ભાજપ સાથે ગઠબંધન નથી કર્યું, પરંતુ રાજકીય ખિચડી પાકી રહી છે.

(12:00 am IST)