Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

'વેકિસન' શબ્દ ૨૦૨૧નો વર્ડ ઓફ ધ યર બન્યો

વેકિસન શબ્દ ૬૦૧ ટકા વધુ વખત સર્ચ કરાયો : ગયા વર્ષનો વર્ડ ઓફ ધ યર 'પેન્ડેમિક' એટલે કે રોગચાળો હતો

નવી દિલ્હી,તા. ૩૦ : મરિયમ વેબ્સ્ટરના શબ્દકોષ મુજબ આ વર્ષનો શબ્દ છે વેકિસન. કંપની કહે છે કે ૨૦૨૦ના મુકાબલે આ શબ્દને ૬૦૧ ટકા વધારે શોધવામાં આવ્યો હતો. આ શબ્દનો સંસ્કૃત સાથે પણ સંબંધ છે.

વેકિસનને મરિયમ વેબ્સ્ટરે ૨૦૨૧ના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. વર્તમાન સ્થિતીનું પ્રતિબિંબ પાડવાના હેતુથી અને તે વર્ષની સ્થિતીને એક જ શબ્દમાં દર્શાવવાના હેતુથી આ શબ્દની વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે.

મરિયન વેબ્સ્ટરના એડિટરે જણાવ્યુ હતુ કે ૨૦૨૧માં આ શબ્દનો દૈનિક ધોરણે સૌથી વધુને વધુ ઉપયોગ થતો જોવા મળ્યો. આ શબ્દ બે જુદી-જુદી વાર્તાઓ રજૂ કરે છે. એક વિજ્ઞાનની વાર્તા છે જે બતાવે છે કે કેટલી ઝડપથી રસી વિકસાવવામાં આવી. તેની સાથે નીતિ, રાજનીતિ અને રાજકારણના ઝુકાવ અંગે પણ ચર્ચા થઇ છે.

આ એક જ શબ્દ બે મહાન ગાથા રજૂ કરે છે. આ પહેલા ઓકસફર્ડ ડિક્ષનરીએ વેકસ શબ્દની પસંદગી કરી હતી. ગયા વર્ષે મરિયમ વેબ્સ્ટરે પેન્ડમિક એટલે કે મહામારી કે રોગચાળા શબ્દની વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં બ્રિટનમાં વિશ્વની પહેલી કોરોના રસી લાગી હતી. તેના પછી ન્યુયોર્કમાં તે જ મહિનામાં રસીકરણનો પ્રારંભ થયો હતો.

(10:06 am IST)