Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગાઝિયાબાદનો આ વેપારી વેચે છે 'ખુની ગન્ને કા જૂસ'

નવી દિલ્હી,તા. ૩૦ : ઉનાળાના દિવસો હોય અને ધોમધખતો તડકો પડતો હોય ત્યારે રસ્તા પરથી પસાર થતાં જો શેરડીના રસની દુકાન જોવા મળે તો ૧૦૦માંથી ૯૯ વ્યકિતના પગ વગર કહ્યે કે વગર વિચાર્યે એ તરફ વળી જશે.

કોરોનાકાળમાં જયારે ખાણી-પીણીની બધી ડિશ સાથે ચેડાં થઈ ચૂકયાં છે ત્યારે શેરડીનો રસ કેમ પાછળ રહી જાય? ગાઝિયાબાદમાં એક સ્ટ્રીટ વેન્ડર શેરડીનો રસ કાંઈક અલગ અંદાજમાં વેચી રહ્યો છે. ફૂડ-બ્લોગર વિશાલે આ સ્ટ્રીટ વેન્ડરના સ્ટોલનો વિડિયો શેર કર્યો છે જેમાં તે મશીનમાં શેરડીનો રસ કાઢે છે અને એની સાથે થોડો ફુદીનો પણ પીસે છે. બીજી તરફ બીટરૂટ છોલીને એની પ્યોરી તૈયાર કરે છે અને હોસ્પિટલમાં કે બ્લડ બેન્કમાં જે પાઉચમાં બ્લડ મળે છે એમાં શેરડીનો રસ અને બીટરૂટનો વિશિષ્ટ રીતે મિકસ કરેલો શ્નખૂની ગન્ને કા જૂસલૃભરીને પીવા આપે છે. માત્ર ૨૨ કલાક પહેલાં પોસ્ટ કરાયેલા આ વિડિયોને અત્યાર સુધી ૭૪,૦૦૦ વ્યુઝ મળ્યા છે. કેટલાક નેટિઝન્સ જૂસના આ ફ્યુઝનથી પ્રભાવિત થયા છે તો વળી કેટલાક શેરડીના રસ સાથે કરાયેલા અખતરાના આંચકાને સહન કરવા તૈયાર નથી.

(10:09 am IST)