Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

પૂર્વ વડાપ્રધાન અને વર્તમાન વડાપ્રધાનનું અનોખુ મિલન

આજે સંસદમાં એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યુ હતું. પૂર્વ વડાપ્રધાન દેવગૌડા દિલ્હી આવ્યા છે અને આજે તેઓ સંસદમાં ગયા હતા અને વડાપ્રધાન મોદીને મળ્યા હતા. મોદીએ પણ તેમને આદરપૂર્વક સન્માન આપ્યુ હતુ અને તેમને તેમના સ્થાન સુધી દોરી ગયા હતા. બન્ને વચ્ચે ઉષ્માભર્યા વાતાવરણમાં વિચારોની આપ-લે થઈ હતી. બન્ને અત્યંત ખુશખુશાલ મિજાજમાં નજરે પડયા હતા.

(3:38 pm IST)