Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

૧૧ વર્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ૨૫૩ પેપર લીક થયાના કેસ

રાજસ્થાનમાં સ્પર્ધાત્મક પરીક્ષા : નકલખોરી રોકવામાં પ્રશાસન નિષ્ફળ

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ગત ૧૧ વર્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક થયાના ૨૫૩ પ્રકરણ નોંધાયા છે. તેમાં જયપુર પોલીસે સૌથી વધુ કાર્યવાહી કરી. જયપુર બાદ જોધપુર અને સીકર પોલીસે કોપી કેસ વિરુદ્ધ સૌથી વધુ કડક કાર્યવાહી કરી છે. નોંધનિય છે કે, કોપી કરાતી હોવા છતાં પણ આટલા વર્ષોમાં ૮ જીલ્લા પોલીસે કોપીનો એક પણ કેસ પકડ્યો નથી. રીટ પેપર લીક મામલા બાદ પોલીસ મુખ્યાલય અને  લ્બ્ઞ્ની દેખરેખમાં કોપી રોકવાને લઈને વિશેષ સેલ બનાવી છે. સેલએ પેપર લીક મામલાના આંકડા સામે લાવ્યા છે.

 પેપર લીક મામલામાં સક્રિય અપરાધીઓની જયપુર પોલીસે યાદી બનાવીને રાખી છે. પોલીસે ટોપ ૧૦ વોરંટ જાહેર કરી રાખ્યા છે. આ પ્રકારે ઉદયપુર પોલીસે ૩ વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રદેશમાં ૧૨ આરોપીઓ એવા છે જેમની વિરુદ્ધમાં કોપીના ૨થી કેસ ચાર્જશીટમાં નોંધાયેલા છે. સમગ્ર પ્રદેશમાં કોપીના કેસમાં ૧૧ વર્ષ દરમ્યાન ૮૯૬ આરોપીની ધરપકડ થઈ છે. તેમાં કોપી કરાવતા અને કોપી કરતા લોકો સામેલ છે.

(3:39 pm IST)