Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

દારૂ પીવાથી ઉંઘ પર અસર પડે છે

રાત્રે વધુ પડતો દારૂ પીવાથી ઉંઘ-સપનાની અસર થાય છે

નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે જયારે લોકો દારૂ પીવાનું બંધ કરે છે, ત્યારે લોહીમાં આલ્કોહોલનું સ્તર ઘટે છે

નવી દિલ્હી, તા.૩૦: ઘણા લોકો માને છે કે જ્યારે તમને રાત્રે ઊંઘ આવતી નથી, ત્યારે દારૂ પીવો જોઈએ, જેનાથી તમને ઊંઘ આવે છે. ઘણા લોકો એવો દાવો પણ કરે છે કે તેઓ દારૂ પીધા પછી જ શાંતિથી સૂઈ શકે છે. પરંતુ આ દાવાઓ કેટલા સાચા છે. શું ખરેખર આલ્કોહોલ અને સારી ઊંઘ વચ્ચે સીધો સંબંધ છે? તાજેતરમાં કેટલાક નિષ્ણાતોએ આ વાતનો ખુલાસો કર્યો છે જે એકદમ આઘાતજનક છે. તેમના મતે આલ્કોહોલ અને ઊંઘનો સંબંધ તો છે પરંતુ તે સારો નથી હોતો. નશામાં ધૂત વ્યક્તિના સપના એકદમ અલગ અને વિચિત્ર હોય છે. મૈટ્રેસ કંપની ઓટીના સ્લીપ નિષ્ણાતોએ દારુ પીનારાઓ સાથે સંબંધિત દાવો કર્યો છે જે કોઈને પણ જાણીને આશ્ચર્ય થઈ શકે છે. ધ સન વેબસાઇટ સાથે વાત કરતાં નિષ્ણાતો જણાવ્યું હતું કે જ્યારે લોકો રાત્રે વધુ પડતો આલ્કોહોલ પીવે છે, ત્યારે તેમને શાંતિની ઊંઘ નથી આવતી. તમારા ઊંઘની ગુણવત્તા ઘણી ખરાબ હોય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જ્યારે લોકો દારૂ પીવાનું બંધ કરે છે, ત્યારે લોહીમાં આલ્કોહોલનું સ્તર (બ્લડ આલ્કોહોલ લેવલ) ઘટે છે. આ તમારી ઊંઘને કાચી બનાવે છે અને થોડી હલનચલનથી પણ ઊંઘ ખુલી શકે છે. પરંતુ જેવી વ્યક્તિ ઊંઘના એ તબક્કે પહોંચે છે જેમાં સપના આવવા લાગે છે, તેમ જ તે જાગ્યા પછી પણ તેના સપના યાદ રાખી શકે છે. ઊંઘના નિષ્ણાતોના મતે, તમને આ ક્ષણ પછી સૂવા અને ઊઠવા વચ્ચેના સપના ચોક્કસપણે યાદ રહે છે. તેઓએ જણાવ્યું કે બીજી તરફ જ્યારે શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ વઘારે હશે ત્યારે ઊંઘ ઓછી આવશે, સપના યાદ નહીં આવે અને ડરામણા સ્વપ્નો વધુ આવશે. દારૂ પીધા પછી મન તેની આસપાસથી એક સરખી જ વસ્તુઓ જોશે અને તેને મેમોરીમાં ફીડ કરશે , પરંતુ નશાને કારણે તે ધૂંધળા થઈ જશે, તેથી સપના પણ એ જ રીતે આવશે. નિષ્ણાતોએ એમ પણ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ ભાવનાત્મક ડ્રિંકર હોય. એટલે કે વધતી જતી પીડાને કાબૂમાં રાખવા માટે દારૂ પીતા હોય તો પીવાથી સ્વપ્નમાં તેની પીડાને કારણે વધુ વિસ્તૃત અને ડરામણું સ્વરૂપ ધારણ કરી શકાય છે.

(3:41 pm IST)