Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ભાઈ, મારૂ એકાઉન્ટ પણ ચાલુ કરાવી દો ને...

પરાગ અગ્રવાલ ટ્વિટરના CEO બન્યા બાદ વાયરલ થઈ રહ્યાં છે જોરદાર મીમ્સ

નવી દિલ્હી, તા.૩૦: ભારતીય મૂળના પરાગ અગ્રવાલ ટ્વિટરના સીઈઓ બન્યા પછી માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ઘણા ફની મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. ઈલોન મસ્કથી લઈને આનંદ મહિન્દ્રા સુધી લોકો વિવિધ પ્રકારના મીમ્સ બનાવીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આનંદ મહિન્દ્રાએ કહ્યું, ઁભારતીય સીઈઓ વાયરસઁ  વિશ્વમાં ફેલાઈ રહ્યો છે, તેની કોઈ રસી નથી... જ્યારે ઈલોન મસ્કે કહ્યું, અમેરિકાને ભારતીય પ્રતિભાનો લાભ મળી રહ્યો છે.

ટ્વિટર યુઝર્સના મીમ્સ જોઈને તમે પણ રિએકશન આપી જ દેશો એવા અનેક મીમ્સ વાયરલ થઇ રહ્યા છે.

પરાગ અગ્રવાલના સીઈઓ બન્યા બાદ એક યુઝરે પીએમ મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે મીમ બનાવ્યું છે. જેમાં તેણે લખ્યું હતું કે, ઁભાઈ, પરાગ સાથે વાત કરીને મારું એકાઉન્ટ પણ એકિટવેટ કરાવી દો ને.

(3:43 pm IST)