Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

સંસ્કારથી વિકાર બળવાન હોય છેઃ પૂ.મોરારીબાપુ

અયોધ્યાના પ્રયાગરાજ ''શ્રૃંગવીરપુર''માં આજે ઓનલાઇન શ્રીરામકથાનો ચોથો દિવસ

રાજકોટ તા. ૩૦ : ''સંસ્કારથી વિકાર બળવાન હોય છે'' તેમ પૂ. મોરારીબાપુએ અયોધ્યા ખાતે દરરોજ જુદા-જુદા સ્થળોએ આયોજીત ''માનસ અયોધ્યાકાંડ'' ઓનલાઇન શ્રીરામકથાના ચોથા દિવસે અયોધ્યાના પ્રયાગરાજ ''શ્રૃંગવીરપુર'' ખાતે જણાવ્યું હતું.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, કોઇની નીંદા ન કરાવી જોઇએ અને ગુરૂના વચનો નિભાવવા જોઇએ.

પૂ.મોરારીબાપુએ કાલે જણાવ્યું કે, રામનું કર્તવ્ય જુઓ ઉપનિષદીય પરંપરા ભગવાન રામ નિભાવે છે સવારે ઉઠી માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને એ રીતે લોકો પોતાની સમસ્યા રાજદ્વાર પર લાવે છે પરંતુ મહારાજા દશરથ પુત્ર વિયોગ માટેની સમસ્યા લઇને ગુરૂ દ્વાર પર જાય છે. વસિષ્ઠ કહે ચાર પુત્રના પિતા થશો કારણ કે ચાર અવસ્થા છેએક-એક અવસ્થામાં જાણે એક પુત્ર પહેલી અવસ્થાના રામ અને ચોથી અવસ્થામાંથી જાણે સન્યાસી હોય એવા શત્રુધ્ન મળશે. પુત્રકામેષ્ટિ યજ્ઞમાં ખુદ મહામુનિ આહુતિ આપે છે અને રામ કૌશલ્યાની ગોદમાં આવ્યા એ પછી ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા..પુત્ર પ્રાપ્તિ પછી ફરી પાછા ગુરૂ પાસે આવે છે એ પછી પુષ્યવાટિકાનો પ્રસંગ અને ધનુષભંગની કથાને સંક્ષિપ્તમાં  ગાઇ અને પરશુરામજીનો પ્રવેશ થાય છે. મહામુનિ વિશ્વામિત્ર અયોધ્યાથી વિદાય થાય છે અને અયોધ્યા કાંડનો પ્રારંભ થાય છે.

શ્રી પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યું કે બાલકાંડ એ હાસ્ય વિલાસનો કાંડ, અયોધ્યા કરૂણરસનો, અરણ્યકાંડ ભયાનક રસનો, ક્રિષ્કધાકાંડ વીરસરનો. સુંદરકાંડ શાંતરસનો, લંકાકાંડ વીરરસ-બિભત્ય રસ અને ઉત્તર કાંડ અદ્દભુતરસનો કાંડ છે.ભુશુંડિજીએ શિવ ચરિત્ર આ ગાયું નથી કદાચ શિવ દુઃખી છે અને ફરી સતીના પ્રસંગથીવધારે દુઃખી ન થાય એ કારણે નહી ગાયું હોય.

(3:47 pm IST)