Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જાણો સસ્પેન્ડ સાંસદો પર શું આરોપ છે

કાગળો ફાડ્યા, માર્શલનુ ગળુ પકડયુ, એલઈડી ટીવીના સ્ટેન્ડ પર ચઢી ગયા

નવી દિલ્હી, તા.૩૦: સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે રાજયસભાના ૧૨ સાંસદોનો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.તેમના પર ૧૧ ઓગસ્ટે  રાજયસભામાં હંગામો કરવાનો આરોપ છે.

જોકે આ સાંસદો પર કયા પ્રકારના આરોપ છે તેની વિગતો હવે સપાટી પર આવી છે. બે સાંસદોએ પોતાના સ્કાર્ફથી ફાંસીનો ફંદો બનાવ્યો હતો અને ફંદો ગળામાં નાખી નારાબાજી કરી હતી.

આ પૈકીના એક સાંસદ ડોલા સેન પર સંસદીય બાબતોના મંત્રીનો રસ્તો રોકવાનો પણ આરોપ છે. ડોલા સેને તો તેમની સાથે ધક્કા મુક્કી પણ કરી હતી. કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નેતાએ કાગળ ફાડ્યા હતા અને રાજયસભાના મહાસચિવના ટેબલ પર ફેંકયા હતા. કોંગ્રેસના સાંસદ છાયા વર્માએ મહિલા માર્શલ સાથે પણ ગેરવર્તન કર્યુ હતુ.

અન્ય કેટલાક સાંસદોએ પેપર ફોલ્ડર છીનવી લીધા હતા. કોંગ્રેસના કે નાસિર હુસેન અને શિવસેનાની પ્રિયંકા ચતુર્વેદી પર કાગળો ફાડીને સંસદમાં ફેંકવાનો આરોપ છે. અન્ય એક સાંસદ તો એલઈડી ટીવી મુકવાના સ્ટેન્ડ પર ચઢી ગયા હતા. એક સાંસદે પુરુષ માર્શલનુ ગળુ પકડી લીધુ હતુ.

આ ઘટના બાદ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાાદ જોષીએ કહ્યુ હતુ કે, સંસદના ઈતિહાસનો આ સૌથી શરમજનક દિવસ હતો.

(3:49 pm IST)