Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મિલ્ટનને બ્રાન્ડ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરાયો

હાઉસવેર ઉત્પાદક કંપનીને પ્રતિષ્ઠિત એવોર્ડ : વર્લ્ડ બ્રાન્ડીંગ એવોર્ડની ૧૪મી વાર્ષિક આવૃત્તિ રોગચાળાના પ્રારંભથી સૌપ્રથમ વખત વર્ચ્યુઅલી યોજાઇ

નવી દિલ્હી, તા.૩૦ : રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે હાઉસવેર પ્રોડક્ટસની અગ્રણી ઉત્પાદક અને વેચાણકર્તા મિલ્ટનને વર્લ્ડ બ્રાન્ડીંગ એવોર્ડ્ઝ ૨૦૨૧-૨૦૨૨ ખાતે પ્રતિષ્ઠિત 'બ્રાન્ડ ઓફ ધ યરલ્લનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બ્રાન્ડ માટે સતત ત્રીજી વખત જીતવામાં આવેલો આ એવોર્ડ પ્રતિષ્ઠિત સન્માન છે જે મિલ્ટનને વર્લ્ડ બ્રાન્ડીંગ ફોરમ દ્વારા આપવામાં આવ્યો છે તે મિલ્ટનની વૈશ્વિક ઓળખનું પ્રમાણ અને પોતાના ગ્રાહકોને હંમેશા શ્રેષ્ઠતા પૂરી પાડવાની પ્રતિબદ્ધતા છે. ફોરમ બ્રાન્ડની વૈશ્વિક સ્તરે બ્રાન્ડીંગ કોમ્યુનિટીના તેમજ ગ્રાહકોના સારા પણા માટેના બ્રાન્ડીંગ ધોરણોને એડવાન્સ બનાવવાની રીતને ઓળખી કાઢે છે અને ઉજવણી કરે છે.

વર્લ્ડ બ્રાન્ડીંગ એવોર્ડની ૧૪મી વાર્ષિક આવૃત્તિ રોગચાળાના પ્રારંભથી સૌપ્રથમ વખત વર્ચ્યુઅલી યોજાઇ હતી. કેટલીક શ્રેષ્ઠ વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય બ્રાન્ડઝના પ્રયત્નોને સમર્થન આપતા અને પ્રશંસા કરતા, ફોરમે ત્રણ સ્તંભોને આધારે વિશિષ્ટ રીતે વિજેતાઓને નક્કી કર્યા હતા, જેમ કે બ્રાન્ડ વેલ્યુએશન, કન્ઝ્યુમર માર્કેટ અને જાહેર જનતા દ્વારા ઓનલાઇન વોટીંગ. વર્ચ્યુઅલ સેરિમનીમાં જે બ્રાન્ડે તેમની જે તે કેટેગરીમાં 'બ્રાન્ડ ઓફ ધ યરલ્લ ટાઇટલ જીત્યુ હતું તેવી પ્રત્યેક બ્રાન્ડનું અભિવાદન કરાયુ હતુ. તેમાં મુખ્ય વક્તાઓએ ઉપસ્થિત સૌને આકર્ષક ભાષણો આપતા જોવામાં આવ્યા હતા.

લંડનમાં મુખ્યમથક ધરાવતા, વર્લ્ડ બ્રાન્ડિંગ ફોરમની માન્યતા એ ઉપભોક્તા દ્વારા આપવામાં આવેલી સ્વીકૃતિ છે, જેમાં ફક્ત તેમના સંબંધિત દેશોના ગ્રાહકો સાથે સૌથી વધુ યાદ અને સૌથી ઊંડા જોડાણ ધરાવતી બ્રાન્ડ્સ પસંદ કરવામાં આવે છે, તેથી દરેક દેશમાંથી દરેક શ્રેણીને એવોર્ડ આપવામાં આવતો નથી. આમ એવોર્ડ એ એક સન્માન છે જે ખરેખર યોગ્ય બ્રાન્ડ્સને આપવામાં આવે છે જે તેને એક વિશિષ્ટ, નોંધપાત્ર સિદ્ધિ બનાવે છે. મોટેભાગે પાછલા વર્ષની જેમ, વિશ્વભરના ૩,૪૫,૦૦૦ થી વધુ ગ્રાહકોએ ૬ ખંડોમાં, ૬૬ દેશોમાં, તેમની મનપસંદ બ્રાન્ડ માટે મત આપ્યો હતો. આના કારણે ૫૩૦૦થી વધુ બ્રાન્ડ્સનું નોમિનેશન થયું જેમાંથી માત્ર ૫૧૨ને "બ્રાન્ડ ઓફ ધ યર" નામ આપવામાં આવ્યું હતુ.

વર્લ્ડ બ્રાન્ડિંગ એવોર્ડ્સે વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે વિશ્વભરની કેટલીક સૌથી મોટી બ્રાન્ડને વિજેતા તરીકે માન્યતા આપી છે. સ્પોટિફાય, નેટફ્લિક્સ, એમેઝોન, કોકો, લેગો, નેસકેફે જેવી અગ્રણી બ્રાન્ડ્સે આ વર્ષે એવોર્ડ મેળવ્યા છે. મિલ્ટનને હાઉસવેર પ્રોડક્ટ કેટેગરી માટે પ્રાદેશિક સ્તરમાં પ્રસિદ્ધ 'બ્રાન્ડ ઑફ ધ યરલ્લ એવોર્ડ મેળવ્યો, જે બ્રાન્ડ માટે સતત ત્રીજી જીત છે, જે એક સિદ્ધિ છે જેને ઓછા લોકો દ્વારા ઉજવવામાં આવે છે. મિલ્ટન પણ આ કેટેગરીમાં એકમાત્ર ભારતીય બ્રાન્ડ છે, જેને આ પ્રતિષ્ઠિત મંચ પર પુરસ્કાર આપવામાં આવ્યો છે. આમ, આ સિદ્ધિ માત્ર બ્રાન્ડ માટે જ નહીં, પરંતુ ભારત માટે પણ ખરેખર નોંધપાત્ર છે.

(7:09 pm IST)