Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

અમિતાભ બચ્ચનના બંગલાને તોડવા સદર્ભે લાકાયુક્તને ફરિયાદ

કોંગ્રેસે બીએમસીની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા : જુલાઈ મહિનામાં મુંબઈના સર્વે ઓફિસરોએ અમિતાભના પ્રતીક્ષા બંગલાના હિસ્સાનો સર્વે કર્યો હતો

મુંબઈ, તા.૩૦ : સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના પ્રતીક્ષા બંગલાના એક હિસ્સાને તોડી પાડવામાં મુંબઈ કોર્પોરેશન નિષ્ફળ રહ્યુ હોવાની ફરિયાદ કોંગ્રેસે મહારાષ્ટ્ર લોકાયુક્તને કરી છે. કોંગ્રેસે બીએમસીની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા છે.આ વર્ષે જુલાઈ મહિનામાં મુંબઈના સર્વે ઓફિસરોએ અમિતાભના પ્રતીક્ષા બંગલાના એક હિસ્સાનો સર્વે કર્યો હતો.આ હિસ્સો તોડી પાડવા માટે કામગીરી કરાઈ હતી.૨૦૧૭માં બીએમસી દ્વારા અમિતાભને આ સંદર્ભમાં નોટિસ મોકલવામાં આવી હતી.જેનો કોઈ જવાબ કોર્પોરેશનને મળ્યો નહોતો. દરમિયાન કોંગ્રેસે કરેલી ફરિયાદ બાદ લોકાયુક્તે ચાર સપ્તાહમાં રિપોર્ટ સુપરત કરવા માટે કોર્પોરેશનને આદેશ આપ્યો છે.જેમાં કોર્પોરેશનને જણાવવુ પડશે કે, અમિતભાના બંગલાના જે હિસ્સાને તોડી પાડવામાં આવનાર છે તેનુ સંપાદન કરવા માટે કયા પગલા ભરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બચ્ચનના ઘર પાસેથી પસાર થતા સંત જ્ઞાનેશ્વર માર્ગને પહોળો કરવા માટે પ્રતીક્ષા બંગલાનો એક હિસ્સો તોડવાનુ નક્કી કરાયુ છે.

(7:09 pm IST)