Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મોતિયાના ઓપરેશનમાં ૨૬ લોકોએ આંખ ગુમાવી

બિહારના મુઝફરપુરની ચોંકાવનારી ઘટના : મોતિયાનો ઓપરેશનનો મફત કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૩૦૦થી વધારે દર્દીઓએ સારવાર લીધી હતી

પટના, તા.૩૦ : બિહારના મુઝ્ઝફરપુરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં મોતિયાના ઓપરેશન દરમિયાન ૨૬ લોકોએ એક આંખની  રોશની ગુમાવી છે. મળતી વિગતો મુજબ મુઝ્ઝફરપુર આઈ હોસ્પિટલમાં મોતિયાનો ઓપરેશનનો મફત કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં ૩૦૦ થી વધારે દર્દીઓએ સારવાર લીધી હતી. જોકે ૨૬ લોકોએ પોતાની એક આંખની રોશની ગુમાવી દીધા બાદ હોબાળો મચી ગયો છે.આ કેસમાં સિવિલ સર્જન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.જ્યારે આંખની રોશની ગુમાવનારા દર્દીઓના સ્વજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. એ પછી હોસ્પિટલ દ્વારા વધારે સારી સારવારના નામે આ ૨૬ દર્દીઓને પટણા મોકલી દેવાયા છે.દરમિયાન ૨૬માંથી ચાર દર્દીઓની એક આંખ પણ કાઢી નાંખવામાં આવી છે.ડોકટરોનુ કહેવુ છે કે, ઈન્ફેક્શન થઈ જવાના કારણે આંખ કાઢવી જરુરી હતી. અન્ય દર્દીઓની પણ આંખ કાઢવી પડે તેવી સ્થિતિ છે.તેને લઈને પરિવારજનોમાં નારાજગી છે.

(7:10 pm IST)