Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

વિસ્તારા એરલાઈન્સ અને એર ઈન્ડિયાને મર્જ કરાશે : ટાટા ગ્રુપની મોટી જાહેરાત 

 આ ડીલ હેઠળ $250 મિલિયનનું રોકાણ કરશે :મર્જર 2024 સુધીમાં પૂર્ણ થવાની ધારણા

નવી દિલ્હી :  ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે વિસ્તારા એરલાઈન્સ અને એર ઈન્ડિયાને મર્જ કરવામાં આવશે. વિસ્તારાનું સંચાલન કરતી સિંગાપોર એરલાઈન્સે કહ્યું છે કે તે આ ડીલ હેઠળ $250 મિલિયનનું રોકાણ કરશે.

મર્જર 2024 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ સાથે સિંગાપોર એરલાઈન્સ પાસે એર ઈન્ડિયામાં 25.1 ટકા હિસ્સો રહેશે. ગયા વર્ષે ઑક્ટોબરમાં ટાટા જૂથે 18,000 કરોડ રૂપિયામાં દેવામાં ડૂબેલી રાષ્ટ્રીય કેરિયર એર ઇન્ડિયામાં 100 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

(9:37 pm IST)