Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

દિલ્હીમાં એમ્સ સર્વર હેક કેસની NIAને કરશે તપાસ ?: ગૃહ મંત્રાલયમાં યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

ઇન્ટેલિજન્સ બ્યુરો, NIC, NIA, દિલ્હી પોલીસ અને MHAના વરિષ્ઠ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓએ ગૃહ મંત્રાલયમાં બોલાવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લીધો

નવી દિલ્હી : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) રાજધાની દિલ્હીમાં સ્થિત દેશની સૌથી મોટી હોસ્પિટલ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના સર્વર હેક કેસની તપાસ કરી શકે છે. મામલા સાથે જોડાયેલા સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)માં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. નોંધનીય છે કે AIIMSનું સર્વર લગભગ એક અઠવાડિયાથી રેન્સમવેર એટેક સામે ઝઝૂમી રહ્યું છે. બુધવારે (23 નવેમ્બર) એઈમ્સનું સર્વર હેક થવાનો મામલો સામે આવ્યો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, AIIMS પ્રશાસન સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપરાંત, ઇન્ટેલિજન્સ બ્યુરો, NIC, NIA, દિલ્હી પોલીસ અને MHAના વરિષ્ઠ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓએ ગૃહ મંત્રાલયમાં બોલાવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો. એનઆઈસીના અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ એઈમ્સ સર્વર સરળતાથી કામ કરવા માટે પુનઃસ્થાપિત કરવામાં આવશે.
AIIMS સાથે જોડાયેલા સૂત્રો પાસેથી સમાચાર મળ્યા હતા કે હેકર્સે ક્રિપ્ટોકરન્સીના રૂપમાં 200 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. જોકે, દિલ્હી પોલીસે આ માહિતીને નકારી કાઢી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે એઈમ્સના અધિકારીઓએ કોઈપણ પ્રકારની ખંડણી માંગવાનો ઈન્કાર કર્યો છે.

NI આતંકવાદી ગતિવિધિઓ સંબંધિત કેસોની તપાસ કરે છે. એનઆઈએ એઈમ્સ સર્વર હેક કેસમાં આતંકવાદી એંગલથી તપાસ કરે તેવી પૂરી શક્યતા છે. મળતી માહિતી મુજબ, કરોડો દર્દીઓ ઉપરાંત એઈમ્સના સર્વરમાં મોટી સંખ્યામાં વીવીઆઈપી ડેટા પણ હાજર છે. રેન્સમવેર એટેકને કારણે ડેટા સંવેદનશીલ હોવાની શક્યતા છે.

(12:38 am IST)