Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

લગ્ન સમારોહમાં યુવક લેપટોપ પર કામ કરી રહ્યો છે

ફોટો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

કોલકતા, તા.૩૦: કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં લોકોએ ઘરેથી કામ કરવાની સિસ્‍ટમ શીખી લીધી છે. લોકોને પણ આ પદ્ધતિ ખૂબ પસંદ પડી રહી છે. આજના યુગમાં ઓફિસમાંથી કામ કરવું એ લોકોની દિનચર્યાનો એક મહત્‍વપૂર્ણ ભાગ બની ગયો છે. આજે પણ ઘણી કંપનીઓ આ સિસ્‍ટમને અપનાવી રહી છે, તેથી ઘણી વખત લોકોને રજાઓને બદલે ઘરેથી કામ કરવાનો વિકલ્‍પ આપવામાં આવે છે.

ઘણી કંપનીઓએ કોરોના મહામારી દરમિયાન, ઘરેથી કામ કરવાની છુટ આપી લોકોને વાયરસથી બચાવ્‍યા છે. જોકે હવે આ કલ્‍ચરને કારણે કેટલાક લોકો મુશ્‍કેલીમાં મુકાઈ રહ્યા છે. આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં લગ્નના દિવસે પણ વરરાજા લેપટોપ પર કામ કરી રહ્યો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. હાલમાં જે તસવીર વાયરલ થઈ રહી છે તેમાં તે કેવી રીતે મંડપમાં બેસીને લેપટોપ પર કંઈક કરી રહ્યો છે. જ્‍યારે તેની બાજુમાં બેઠેલા લોકો તેને આશીર્વાદ આપવા માટે હાથ ઊંચા કરે છે.

આ તસવીર સામાન્‍ય નથી અને તેને જોયા પછી વ્‍યક્‍તિ વિચારવા લાગશે કે શું ફાયદો કે તેને લગ્નના દિવસે પણ રજા મળી નથી. આ તસવીર બંગાળની છે  જો કે આ છોકરો કોણ છે અને તે લેપટોપ પર શું કરી રહ્યો છે, તે બરાબર જાણી શકાયું નથી.

(10:14 am IST)