Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

૯ મહિનાની પ્રેગ્નેંટસ્ત્રી Gymમાં જઇને કરવા લાગી આવી એક્‍સરસાઇઝ

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમારા હોશ ઉડી જશે

નવી દિલ્‍હી,તા. ૩૦ : જયારે પણ કોઇ મહિલા ગર્ભવતી થાય છે તો તે પહેલાં જ અઠવાડિયામાં સંભાળીને કામ કરવાનું શરૂ કરી દે છે જેથી તેના દ્વારા કરવામાં આવેલી ભૂલ બાળક પર અસર ન પડે. જોકે મહિલા સારી રીતે ટ્રેનિંગ લે અને સારા ડાઇટ ફોલો કરે તો બાળક પર અસર ન પડે. આજકાલના દૌરમાં સર્જરીથી બાળકો પેદા થાય છે અને એકદમ ઓછા લોકોને નોર્મલ ડિલીવરી થઇ જાય છે. ઘણા લોકો એવા હોય છે જે ડોક્‍ટરો દ્વારા આપવામાં આવેલી સલાહને માને છે અને નોર્મલ ડિલીવરી માટે ખૂબ એક્‍સરસાઇઝ કરે છે. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમાર હોશ ઉડી જશે.

ઇન્‍ટરનેટ પર વાયરલ થનાર એક વીડિયોમાં તમે એક પ્રેગ્નેંટ મહિલાને જોઇ શકો છો કે તે જિમમાં જઇને એવી એવી કસરત કરી રહી છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્‍કેલ છે. વીડિયોમાં એક પ્રેગ્નેટ મહિલાએ પોતાના બેબીબંપને બતાવ્‍યા અને પછી બંને પગને હવામાં અને બંને હાથ જમીન પર રાખીને થોડા સમય માટે બેલેન્‍સ કર્યું. આ વીડિયો જોઇને ભલભલાનો પરસેવો છૂટી ગયો અને વિચારમાં પડી ગયા કે આખરે આ કેવી રીત સંભવ છે. વીડિયોને શેર કરતાં landra.elisabeth નામના ઇંસ્‍ટાગ્રામ યૂઝરે જાણકારી આપી કે મહિલા ૩૮ મહિનાથી પણ વધુ સમયથી પ્રેગ્નેંટ છે અને હવે ફક્‍ત દોઢ અઠવાડિયું જ બાકી છે. એટલે કે લગભગ ૯ મહિનાની પ્રેગ્નેંટ મહિલાએ એવી ખતરનાક એક્‍સરસાઇઝ કરી.

(10:17 am IST)