Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

PNG-CNG ના ભાવ ઘટશેઃ પારેખ સમિતિએ ૪ થી ૬.૫ ડોલર/યુનિટ ગેસના ભાવની ભલામણ કરી

નવી દિલ્હી, તા.૩૦: આગામી દિવસોમાં સામાન્ય લોકોને મોંઘા સીએનજી અને પીએનજીના ભાવ (CNG-PNG કિંમતો)માંથી મોટી રાહત મળી શકે છે. કિરીટ પારેખની આગેવાની હેઠળની સમિતિએ ગેસના ભાવ નક્કી કરવા અંગે સરકારને પોતાની ભલામણો સુપરત કરી છે. આ પેનલે આગામી ૩ વર્ષ માટે ગેસની કિંમત પરની મર્યાદાને નાબૂદ કરવાનું પણ સૂચન કર્યું છે. આ સાથે, કમિટીએ દેશમાં જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત કુદરતી ગેસની પ્રાઇસ બેન્ડ  $૪ થી ૬.૫ પ્રતિ યુનિટ (mmBtu) નક્કી કરવાની ભલામણ કરી છે. સમિતિએ સરકારને ગેસના ભાવને ક્રૂડ ઓઈલની કિંમતો સાથે જોડવાનું પણ સૂચન કર્યું છે.

કિરીટ પરીખ સમિતિએ દર વર્ષે જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત કુદરતી ગેસના ભાવમાં વધારો કરવાનું સૂચન કર્યું છે. આ સાથે પેનલે ૧ જાન્યુઆરી ૨૦૨૭થી બજાર કિંમતોના આધારે ગેસની કિંમત નક્કી કરવાની ભલામણ કરી છે. હાલમાં, સરકાર વર્ષમાં છ મહિનાના અંતરાલથી ગેસના ભાવની સમીક્ષા કરે છે, જે ૧ એપ્રિલ અને ૧ ઓકટોબરથી લાગુ થાય છે. ૧ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ, કુદરતી ગેસની કિંમત ૨.૯ થી વધારીને  ૬.૧૦ કરવામાં આવી હતી, પછી ૧ ઓકટોબર, ૨૦૨૨ના રોજ $  ૮.૫૭ પ્રતિ mmbtu એટલે કે એક વર્ષમાં ૨૦૦ ટકા જેટલો વધારો થયો હતો. સરકારે ઊંડા ક્ષેત્રોમાંથી કાઢવામાં આવતા કુદરતી ગેસની કિંમત $ ૯.૯૨ પ્રતિ mmBtu થી વધારીને $ ૧૨.૬ પ્રતિ mmBtu કરી છે.

(3:34 pm IST)