Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ગુજરાતમાં કદાચ ‘‘આપ''ને એકપણ સીટ નહીં મળે : અમિતભાઇ શાહ

પત્રકારો સાથે વાતચીત કરતા કેન્‍દ્રીય ગૃહમંત્રી

નવી દિલ્‍હી, તા. ૩૦ :  ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એકપણ સીટ નહીં મળે તેમ કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્‍યું છે.

કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ની દાવો કર્યો કે અરવિંદ કેજરીવાલના નેતળત્‍વવાળી પાર્ટી કદાચ પોતાનું ખાતું પણ ખોલી શકશે નહીં. તે ઉપરાંત શાહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્‍ય એકમ દ્વારા કટ્ટર વિરોધી સેલની સ્‍થાપના કરવાની જાહેરાત એ એક સારી પહેલ છે જેને કેન્‍દ્ર અને અન્‍ય રાજ્‍યો વિચારી શકે છે.

‘પીટીઆઈ-ભાષા'ને આપેલા ઈન્‍ટરવ્‍યુમાં અમિતભાઇ શાહે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની લોકપ્રિયતા, રાજ્‍યના મુખ્‍યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતનો સર્વાંગી વિકાસ અને શૂન્‍ય તુષ્ટિકરણ નીતિને લાગુ કરવામાં આવેલ પગલાને છેલ્લા ૨૭ વર્ષમાં લોકો દ્વારા વારંવાર ભાજપા પર વિશ્વાસ વ્‍યક્‍ત કરવાનું મુખ્‍ય કારણ ગણાવ્‍યું હતું.

તેમણે કહ્યું, ભાજપ ગુજરાતમાં અભૂતપૂર્વ જીત નોંધાવશે. લોકોને અમારી પાર્ટી અને અમારા નેતા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પર પૂર્ણ વિશ્વાસ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAPના પ્રવેશ અંગેના પ્રશ્ન પર શાહે કહ્યું કે, દરેક પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે, પરંતુ તે લોકો પર નિર્ભર કરે છે કે તેઓ પાર્ટીને સ્‍વીકારે છે કે નહીં.તેમણે કહ્યું કે, આપ ગુજરાતના લોકોના મનમાં કયાંય નથી. ચૂંટણી પરિણામોની રાહ જુઓ, કદાચ સફળ ઉમેદવારોની યાદીમાં AAPના ઉમેદવારોના નામ નહીં આવે.ગુજરાતમાં ભાજપની મુખ્‍ય હરીફ કોંગ્રેસ રહી છે, જ્‍યારે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAPએ મોદીના ગળહ રાજ્‍યમાં આક્રમક ઝુંબેશ શરૂ કરી છે.

કોંગ્રેસ દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકાર અંગે શાહે કહ્યું, કોંગ્રેસ હજુ પણ મુખ્‍ય વિરોધ પક્ષ છે, પરંતુ તે રાષ્‍ટ્રીય સ્‍તરે સંકટમાંથી પસાર થઈ રહી છે અને તેની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે.

(4:18 pm IST)