Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

સિંગર દલેર મહેંદીનું સોહનામાં ફાર્મ હાઉસ સીલ કરી દેવાયું

તળાવના કેચમેન્ટ એરિયામાં બનેલ અનધિકૃત ફાર્મહાઉસ : આ સિવાય ત્રણ લોકોના ફાર્મ હાઉસ સીલ : આ ફાર્મ હઉસ અરવલ્લી રેન્જમાં પરવાનગી વગર બનાવાયા હતા

ગુરુગ્રામ, તા.૩૦ : ંતૂનક તૂનક તૂન, બોલો તા રારા જેવા ગીતો માટે પ્રખ્યાત પંજાબી સિંગર દલેર મહેંદીનું સોહનામાં દમદમા તળાવ પાસે ફાર્મ હાઉસને સીલ કરી દીધું છે. આ સિવાય ત્રણ લોકોના ફાર્મ હાઉસને પણ સીલ કરવામાં આવ્યુ છે.  શહેર આયોજન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. ડિસ્ટ્રિક્ટ ટાઉન પ્લાનર (ડીટીપી) અમિત માધોલિયાએ કહ્યું કે, 'આ તળાવના કેચમેન્ટ એરિયામાં બનેલા અનધિકૃત ફાર્મહાઉસ હતા. આ ત્રણેય ફાર્મહાઉસને સીલ કરી દેવામાં આવ્યા છે. આ ફાર્મ હઉસ અરવલ્લી રેન્જમાં કોઈપણ પરવાનગી વગર બનાવવામાં આવ્યા હતા.

વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે પુષ્ટિ કરી કે, ત્રણ ફાર્મહાઉસમાંથી એક ગાયક દલેર મહેંદીનું છે જે લગભગ દોઢ એકરમાં બનેલું છે.

સોન્યા ઘોષ વિરુદ્ધ હરિયાણા રાજ્યના કેસમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (દ્ગય્)ના આદેશ બાદ પોલીસની મદદથી ત્રણ ફાર્મહાઉસ સામે ઝુંબેશ શરૃ કરવામાં આવી હતી. સદર સોહનાના સ્ટેશન હાઉસ ઓફિસરના નેતૃત્વમાં એક પોલીસ ટીમ ત્યાં તૈનાત કરવામાં આવી હતી.

(7:52 pm IST)