Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2023

રાજસ્થાનમાં થશે સતા પરિવર્તન :એક્ઝિટ પોલ જાહેર :ભાજપની બની શકે છે સરકાર

ભાજપને 100થી 110 બેઠકો ,કોંગ્રેસને 90થી 100 બેઠકોજયારે અન્યના ફાળે 5થી 15 બેઠકો જઈ શકે

પોલસ્ટ્રેટના સર્વે અનુસાર એક્ઝિટ પોલનો પહેલો ટ્રેન્ડ સામે આવ્યો છે. રાજસ્થાનમાં ભાજપ સત્તા પર આવી શકે છે. ભાજપને 199 બેઠકોમાંથી અહીં 100થી 110 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 90થી 100 બેઠકો મળી શકે છે. તો અન્યના ફાળે 5થી 15 બેઠકો જઈ શકે છે

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે 199 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે અને 3 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામ પહેલા પોલસ્ટ્રેટના સર્વે અનુસાર એક્ઝિટ પોલનો પહેલો ટ્રેન્ડ સામે આવ્યો છે. રાજસ્થાનમાં ભાજપ સત્તા પર આવી શકે છે. ભાજપને 199 બેઠકોમાંથી અહીં 100થી 110 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 90થી 100 બેઠકો મળી શકે છે. તો અન્યના ફાળે 5થી 15 બેઠકો જઈ શકે છે

CNXના એક્ઝિટ પોલ અનુસાર પણ રાજસ્થાનમાં ભાજપ આગળ છે. ભાજપને 199 બેઠકોમાંથી 111 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 74 બેઠકો મળી શકે છે. તો અન્યના ફાળે 14 બેઠકો જઈ શકે છે.

 

વોટ શેરની વાત કરીએ તો તેમાં પણ ભાજપ 41.8 ટકા વોટ શેર સાથે ટોપ પર છે, કોંગ્રેસને 39.9 ટકા વોટ શેર મળતા જોવા મળી રહ્યા છે. આ સિવાય એવો અંદાજ છે કે 18.3 ટકા વોટ શેર અન્યના ખાતામાં જશે.

 

(6:36 pm IST)