Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2023

ઈઝરાયેલમાં ફરી મોટો હુમલો, હમાસના આતંકીઓએ 3 લોકોને ઠાર કર્યા: શું ગાઝામાં યુદ્ધવિરામ ભંગ થશે?

હમાસના આતંકવાદીઓએ જેરુસલેમના પ્રવેશદ્વાર પાસે હુમલો કર્યો; જવાબી કાર્યવાહીમાં હમાસના બે આતંકીઓ પણ માર્યા ગયા

ઇઝરાયેલ પર વધુ એક લોહિયાળ હુમલો થયો છે જેમાં 3 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હમાસના આતંકવાદીઓએ જેરુસલેમના પ્રવેશદ્વાર પાસે હુમલો કર્યો હતો અને ઇઝરાયેલના લોકોની હત્યા કરી હતી. જવાબી કાર્યવાહીમાં હમાસના બે આતંકીઓ પણ માર્યા ગયા છે. માનવામાં આવે છે કે આ તાજેતરના હુમલા બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ અસ્થાયી યુદ્ધવિરામ તૂટી શકે છે. આ સમગ્ર મામલે તણાવ વધી ગયો છે.

 

   
(6:49 pm IST)