Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2023

મણિપુરના સીએમ એન બિરેન સિંહ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહને મળ્યા

રાજ્યના ભલા માટે સહયોગી રીતે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતા અને શાંતિ વાટાઘાટો દ્વારા UNLFને મુખ્ય પ્રવાહમાં લાવવામાં ભૂમિકા બદલ આભાર માન્યો

નવી દિલ્હી :  મણિપુરના સીએમ એન બિરેન સિંહે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહ સાથે મુલાકાત કરી હતી. એન બિરેન સિંહે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મણિપુરના ભલા માટે સહયોગી રીતે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતા અને શાંતિ વાટાઘાટો દ્વારા UNLFને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ હું તેમનો અત્યંત આભારી છું.

(7:59 pm IST)