Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2023

એક્ઝિટ પોલમાં મિઝોરમમાં MNFની લીડનો અંદાજ

MNFને 14 થી 18 બેઠકો,JPMને 10 થી 14 બેઠકો અને અન્યને 9 થી 15 બેઠકો મળવાની ધારણા

મિઝોરમ વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં, એક્ઝિટ પોલના અંદાજ મુજબ MNFને 14 થી 18 બેઠકો મળવાની ધારણા છે, JPMને 10 થી 14 બેઠકો અને અન્યને 9 થી 15 બેઠકો મળવાની ધારણા છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે મિઝોરમમાં 40 વિધાનસભા બેઠકો છે અને ત્યાં 7 નવેમ્બરે મતદાન થયું હતું. મિઝો નેશનલ ફ્રન્ટે 2018ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં સરકાર બનાવી હતી અને હાલમાં જોરામથાંગા મુખ્યમંત્રી છે.

   
 
(8:41 pm IST)