Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

શું હવે પેપર વેચનારને ૭ અને ખરીદનારને થશે ૩ વર્ષની જેલ : બનશે બિનજામીનપાત્ર ગુનો ?

પેપર લીકની ઘટનાઓની ગંભીરતાને ધ્યાને લઇને ગુજરાત સરકાર આવતા બજેટમાં એક વિધેયક લાવી નવો કાયદો બનાવવાની કરી રહી છે તૈયારી

નવી દિલ્હી તા. ૩૧ : જુનિયર કલાર્ક પેપરકાંડનો મુદ્દો દેશભરમાં ગાજી રહ્યો છે. આ મામલે ખ્વ્લ્ એ સંડોવાયેલ ૧૬ આરોપીઓને દબોચી લીધા બાદ આરોપીઓ સામે કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ અને ૧૨૦-બી મુજબ ગુનો નોંધાયો છે. વધુમાં આ પ્રકરણમાં હજુ પણ ૪ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો આરોપી શ્રદ્ઘાકર લુહાના, સરોજ, ચિરાયુ અને ઇમરાન ફરાર હોવાથી ખ્વ્લ્એ તમામને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન થયા છે. આ મામલે નવા નવા ધડાકા થઈ રહ્યા છે. રાજયમાં સતત બની રહેલી પેપર લીકની ઘટનાઓની ગંભીરતાને ધ્યાને લઈને ગુજરાત સરકાર આવતા બજેટમાં એક વિધેયક લાવી કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે.

ભૂપેન્દ્ર પટેલ સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરૃદ્ઘ કડક કાયદો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાયદામાં આવનારી જોગવાઈ અનુસાર પેપર લીક કરનારા લોકોને સાત કે તેનાથી વધુ વર્ષની જેલની સજા ફટકારવામાં આવશે. તો ખરીદનારને પણ ત્રણ વર્ષની સજા થશે. આ ઉપરાંત પેપર ખરીદનાર પર કાયમી ભરતી પર પ્રતિબંધ મુકાશે અને ભરતી પરીક્ષાના મોનિટરિંગ માટે ત્ખ્લ્-ત્ભ્લ્ પણ નિમાશે.

સાથે પેપર લીક કરનારાઓ સામે ગુનાહિત કાવતરાં રચવાની કલમ આ નવા કાયદા દ્વારા દાખલ કરાશે. આથી ગુનો બિનજામીનપાત્ર અને કોગ્નિઝિબલ બનશે. રાજય સરકાર આ કેસ ચલાવવા માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના પણ કરશે.

મહત્વનું છે કે, ગત રવિવારના રોજ લેવાનારી જુનિયર કલાર્કનું પેપર લીક થયા બાદ પરીક્ષા મોકૂફ રખાતા પરીક્ષાર્થીઓ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. બસ સ્ટેશન, હાઈવે, પરીક્ષા કેન્દ્રો પર ચક્કાજામ કરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર  કરવામાં આવ્યા હતા. જે બાદ ગુજરાત એટીએસએ તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો.  આ પેપર લીક કાંડમાં અન્ય રાજયોના લોકોની સંડોવણી બહાર આવતા ખ્વ્લ્ની વિવિધ ટીમો બિહાર, દિલ્હી, તેલંગણા, ઉત્ત્।ર પ્રદેશ જવા રવાના થઈ હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

(3:14 pm IST)