Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

બટાટાની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચારઃ પેપ્‍સિકો ઇન્‍ડિયા કંપની દ્વારા ખેડૂતોને પાકના સંવર્ધન માટે મદદ કરશે

મધ્‍યપ્રદેશ તથા ગુજરાતના ખેતરોમાં પ્રાથમિક ધોરણે પરિયોજના લાગુ કરાશે

નવી દિલ્‍હીઃ પેપ્સિકો ઈન્ડિયાએ ખેડૂતોને બટાકાનો સારો પાક મેળવવામાં મદદની પહેલ કરી છે. આ હેઠળ કંપનીએ પાકના સ્વાસ્થ્ય પર વાસ્તવિક સમય પર નજર રાખવામાં મદદ કરવા માટે પાક અને ખેતરના સ્તર પર પૂર્વાનુમાન લગાવવા યોગ્ય બૌદ્ધિક મોડલની જાહેરાત કરી છે. કંપનીએ એક જાહેરાતમાં જણાવ્યું કે વૈશ્વિક કૃષિ ટેક્નોલોજી કંપની, ક્રોપિનના સહયોગથી રજૂ કરાયેલું, અનુમાન લગાવવા યોગ્ય, અને ખેતર બૌદ્ધિક મોડલ વિશિશ્ટ પાકના પ્રકારો, સ્થિતિઓ તથા સ્થાનોને અનુરૂપ છે.

પડકારોનો કરી રહ્યા છે સામનો

અત્રે જણાવવાનું કે આ પહેલા ભારત માટે પેપ્સિકોના સટીક કૃષિ મોડલનો ભાગ છે અને તેને ગુજરાત તથા મધ્ય પ્રદેશમાં પ્રદર્શનવાળા ખેતરોમાં એક પ્રાયોગિક પરિયોજના તરીકે લાગૂ કરવામાં આવી રહી છે. પેપ્સિકોના જણાવ્યાં મુજબ ભારતમાં મોટાભાગના ખેડૂતો પાસે એક હેક્ટરથી ઓછી ખેતીલાયક જમીન છે અને તેમને પાણી, ખાતર, તથા કીટનાશકો જેવા કૃષિ ખર્ચાની મહત્તમ જરૂરિયાતનું આકલન કરવાની રીતોની કમીના કારણે સતત પડકારોનો સામનો કરવો પડે છે.

નુકસાનને 80 ટકા રોકી શકાય

કંપનીએ ઉદાહરણ આપતા કહ્યું કે જો જલદી પૂર્વાનુમાન ન કરવામાં આવે તો બ્લાઈટ પાક રોગના કારણે બટાકાના પાકને 80 ટકા સુધી નુકસાન થઈ શકે છે. તેમાં કહેવાયું છે કે દેશના ઉત્તર  ભાગોમાં ખાસ કરીને બટાકાના ખેડૂતો માટે જમીનની ઠંડકને કારણે મહત્વપૂર્ ઉપજ હાનિ વધુ ગંભીર મુદ્દો છે.

નિગરાણી થશે

તેમાં કહેવાયું છે કે પ્રણાલી 10 દિવસ સુધી પહેલેથી પૂર્વાનુમાન આપી શકે છે જે ખેડૂતોને વિભિન્ન પાક તબક્કાની ઓળખ કરવામાં સહાયતા કરી શકે છે અને હવામાનના પૂર્વાનુમાન અને ઐતિસિક ડેટા પર નિર્ભર રોગની ચેતવણી પ્રણાલી સહિત પાક સ્વાસ્થ્યની ઊંડાણપૂર્વક નિગરાણી કરી શકે છે.

27000 કરોડ ખેડૂતો

પેપ્સિકોની 14 ક્ષેત્રિય ભાષાઓમાં સમાધાન રજૂ કરવાની યોજના છે. ભારતમાં પેપ્સિકો 14 રાજ્યોમાં 27,000થી વધુ ખેડૂતોની સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કામ કરે છે.

(5:28 pm IST)