Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

આઇપીએલમાંથી બીસીસીઆઈ કરે છે કરોડોની કમાણી:મીડિયા અધિકારો અને ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ મુખ્ય સ્ત્રોત

મુંબઈ:આઈપીએલનો પોતાનો અલગ રંગ છે. રંગીન ક્રિકેટરો, ડાન્સ, રોમાંચ, એક્શન અને ગ્લેમર સતયહે વિદેશી ખેલાડીઓ પણ મહેફિલ સજાવે છે. સીઝનના બે મહિના ફેમિલી સાથે જાણે પિકનિક કરવા ભારત આવે છે. અને એટલે જ કદાચ ઘણા લોકો તેને ઈન્ડિયન પ્રીમિયર લીગને બદલે ઈન્ડિયન ફેમિલી લીગ અથવા ઈન્ડિયન પૈસા લીગ પણ કહે છે. આ લીગમાં પાણીની જેમ પૈસા વહાવવામાં આવે છે. ક્રિકેટના આ તહેવારની ઉજવણી માટે આટલા બધા પૈસા આવે છે ક્યાંથી. ફ્રેન્ચાઇઝીને કેવી રીતે ફાયદો થાય છે? BCCIને શું ફાયો થાયછે ? IPLની એક સિઝનમાંથી BCCI કેટલા પૈસા કમાય છે? IPL ના બિઝનેસ મોડલને આવો સરળ ભાષામાં સમજીએ.

આઈપીએલમાં આવકના એક અહીં પણ અનેક સ્ત્રોત છે. મૂળભૂત રીતે કેન્દ્રીય આવક કમાણીનો સૌથી મોટો હિસ્સો છે, તેમાં બે બાબતો છે. પ્રથમ મીડિયા અધિકારો અને બીજા ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ, જેમાંથી BCCI અને ફ્રેન્ચાઇઝી તેમના નફાના 70% મેળવે છે.

મીડિયા અને ડિજિટલ રાઇટ્સ

એટલે કે ચેનલો IPL ટીવી પર લાઈવ બતાવે છે તે કિંમત. સેટેલાઇટ ટીવી ચેનલો ભારે કિંમત ચૂકવીને મીડિયાના રાઇટ્સ ખરીદે છે. બીસીસીઆઈ આમાંથી અડધી આવક રાખે છે અને બાકીની અડધી તમામ ટીમોમાં વહેંચે છે. વર્ષ 2008માં એટલે કે પ્રથમ સિઝન દરમિયાન જ, સોનીએ આગામી 10 વર્ષ માટે ટૂર્નામેન્ટના ટીવી અધિકારો ખરીદ્યા હતા. તે ખોટ કરી રહેલા સેટ મેક્સ માટે એક મોટો જુગાર હતો, સોનીએ તે 8,200 કરોડમાં ખરીદ્યા હતા. આ પછી, વર્ષ 2018 થી મીડિયા અધિકારો સ્ટાર ઇન્ડિયા પાસે હતા.

IPL 2023 ની રમતો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવશે. સ્ટારે આગામી પાંચ વર્ષ માટે ટીવી અધિકારો મેળવવા માટે બીસીસીઆઈને કુલ રૂ. 23,575 કરોડ ચૂકવ્યા છે. તે પેકેજના ભાગરૂપે 2023 અને 2024માં 74 મેચોનું પ્રસારણ કરશે. તે 2025 અને 2026માં 84 મેચોનું પ્રસારણ કરશે, ત્યારબાદ 2027માં 94 જીવંત પ્રસારણ કરશે.

ભારતમાં IPL 2023નું સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક છે. આનો અર્થ એ થયો કે યુઝર્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તમામ મેચો સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ્સ પર જોઈ શકશે. Viacom 18 ટૂર્નામેન્ટના ડિજિટલ અધિકારોની માલિકી ધરાવે છે, મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Jio પર ઉપલબ્ધ રહેશે.

(6:44 pm IST)