Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

અમેરિકામાં 100 થી વધુ કર્મચારીઓને ફરજીયાત કોવિડ -19 રસી લગાવવા મામલે હોસ્પિટલ વિરુદ્ધ દાવો દાખલ : કર્મચારીઓને રસી લેવાની ફરજ પાડવી એ ન્યુરેમબર્ગ કોડનું ઉલ્લંઘન

હ્યુસ્ટન : અમેરિકામાં 100 થી વધુ કર્મચારીઓને ફરજીયાત કોવિડ -19 MRNA રસી લગાવવા મામલે હોસ્પિટલ વિરુદ્ધ દાવો દાખલ દાખલ કરાયો છે.  હ્યુસ્ટન મેથોડિસ્ટ હોસ્પિટલના ફરજીયાત રસીકરણના આદેશને પડકારવામાં આવ્યો છે. એટર્ની જેરેડ વુડફિલે નામદાર કોર્ટને જણાવ્યું હતું  કે તેઓ  117 કર્મચારીઓ વતી દાવો દાખલ કરી રહ્યા છે.

અરજીમાં જણાવાયું છે કે યુ.એસ.ના ઇતિહાસમાં પહેલીવાર, કોઈ એમ્પ્લોયરે તેના કર્મચારીઓને કોવિડ -19 એમઆરએનએ રસી ફરજીયાત લગાવવાનો આદેશ કર્યો છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટે ડિસેમ્બર 2020 માં કોવિડ -19 રસીના ઇમર્જન્સી  ઉપયોગને મંજૂરી આપી હતી.

પરંતુ રસીને હજુ સુધી  એફડીએની  મંજૂરી અને લાઇસન્સ પ્રાપ્ત થયું નથી.  કર્મચારીઓને રસી લેવાની ફરજ પાડવી એ ન્યુરેમબર્ગ કોડનું ઉલ્લંઘન છે, જે તબીબી ઉપયોગ માટે જબરજસ્તી રસીકરણ પર પ્રતિબંધ છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:53 pm IST)