Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કેરળ ઉપર ચોમાસાનું આગમન બે દિવસ મોડું, ત્રીજી જૂને થશે:હવામાં તંત્રની જાહેરાત

મુંબઇ: આજે ભારતીય હવામાન ખાતા (આઈએમડી) દ્વારા અપાયેલા અપડેટ મુજબ કેરળ ઉપર ચોમાસાનું આગમન થોડું મોડું, એટલે કે ૩ જૂન ના થશે તેમ ધ હિન્દૂ નોંધે છે. આ પહેલા  ૧૫ મેના રોજ હવામાન તંત્રે   કેરળ ઉપર ચોમાસાની  શરૂઆત ૩૧ મે ના થશે તેવી આગાહી કરી હતી. સ્કાયમેટે આજે પણ કહ્યું છે કે ૩૧ મેના રોજ કેરળમાં ચોમાસું બેસી શકે પરંતુ હવે હવામાન ખાતું કહે છે કે ચોમાસુ આગળ વધવાની ગતિ માટે જરૂરી પવનો ૧  જુનથી સક્રીય થશે એટલે કેરળમાં ત્રીજી જૂને ચોમાસુ બેસશે તેમ સમજાય છે.

છેલ્લામાં છેલ્લા હવામાન તંત્રના સંકેતો મુજબ, ૧ જૂન પછીથી દક્ષિણ-પશ્ચિમના પવનો ધીમે ધીમે વધુ મજબૂત થઈ શકે છે, પરિણામે કેરળમાં વરસાદની હિલચાલમાં ત્યારબાદ વૃદ્ધિ થઈ શકે છે.  આથી કેરળમાં ચોમાસું શરૂ થવાની સંભાવના હવે ૩ જૂન ૨૦૨૧ સુધીમાં થશે, એમ આઈએમડીનાં અહેવાલમાં જણાવાયું છે.

(12:00 am IST)