Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

દેશમાં અત્યાર સુધી 21 કરોડથી વધુ કોરોના વેક્સિનના ડોઝ અપાયા :24 કલાકમાં 30 લાખથી વધુ ડોઝ મુકાયા

98,62,777 હેલ્થ કેર અને 1,55,59,932 ફ્રંટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ: 67,72,792 હેલ્થ કેર અને 84,89,241 ફ્રંટ લાઇન વર્કરોને બીજો ડોઝ અપાયો :

નવી દિલ્હીઃ ભારતમાં અત્યાર સુધી 21 કરોડ 20 લાખથી વધુ કોરોના વેક્સિન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં 21,20,66,614 વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. તો છેલ્લા 24 કલાકમાં 30 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 98,62,777 હેલ્થ કેર અને 1,55,59,932 ફ્રંટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે. તો 67,72,792 હેલ્થ કેર અને 84,89,241 ફ્રંટ લાઇન વર્કરોને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આ સિવાય 60 વર્ષથી વધુ ઉંમરના 5,84,40,218 લોકોને પ્રથમ અને 1,86,50,378 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

45થી 60 વર્ષની ઉંમરના 6,54,11,045 લોકોને પ્રથમ અને 1,05,27,297 લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18થી 44 વર્ષના 1,83,43,505 લોકોને પ્રથમ અને 9429 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 30,35,749 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યો જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.

(12:00 am IST)