Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ઓરિસામાં 17 દિવસ અને તેલંગાણામાં 10 દિવસ લોકડાઉન લંબાવાયું : મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં અનલોકની શરુઆત

હવે રાજ્યમાં 9 જૂન સુધી કડક અમલ સાથે લોકડાઉન અમલી રહેશે

નવી દિલ્હી : કોરોનાના વધતાં કેસોને ધ્યાનમાં લઇને ઓરિસ્સા સરકારે લોકડાઉન વધારી દીધું છે હવે 17 જૂનની સવાર સુધી લોકડાઉન અમલી રહેશે.લાેકડાઉનની સમયમર્યાદા 1 જૂને પુર્ણ થતી હતી જેના લીધે બીજા 17 દિવસ સુધી લોકડાઉનની અવધિ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત તેલગણા સરકારે પણ 10 દિવસ સુધી લોકડાઉન વધારી દીધું છે. હવે રાજ્યમાં 9 જૂન સુધી કડક અમલ સાથે લોકડાઉન અમલી રહેશે પરતું સવારે 6 કલાકથી બપોરના 1 કલાક સુધી દરરોજની છૂટ પણ આપી છે.

  મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશે અનલોકની શરુઆત કરી છે તે પણ સરકારની નવી ગાઇડલાઇન મુજબ એમલ કરવાનું રહેશે.મધ્યપ્રદેશમાં, 1 જૂન, 2021 થી તમામ સરકારી કચેરીઓમાં 100 ટકા અધિકારીઓ હાજર રહેશે. સૂચના આપવામાં આવી છ કે આવશ્યક સેવાઓ પૂરી પાડતી ઓફિસોમાં 100 ટકા અધિકારીઓ અને અન્ય ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાનું રહેશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા સંક્રમણના કેસોમાં ઘટી રહ્યા છે તેને ધ્યાનમાં લઇને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ અનલોક કરવાની શરીઆત કરવામાં આવી છે જયારે તેલગાણા અને ઓરિસ્સામાં કોરોનાને સ્થિતિની સમીક્ષા કરીને લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.

(12:00 am IST)