Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મહુેલ ચોકસી ગર્લફ્રેન્ડને રોમેન્ટિક ટ્રીપ પર લઇને જતા પકડાયો ? ડોમિનિકામાં ગર્લફ્રેન્ડના ચક્કરમાં સપડાયો

મહેુલ ચોકસી ડોમિનિકામાં ઝડપાઇ ગયા બાદ રોજ રોજ નવી માહિતી

નવી દિલ્હી : ભારતનો મોસ્ટ વોન્ટેડ ભાગેડુ આરોપી અને ડાયમંડ કિંગ અને પીએનબી કૌભાડ કરનાર મહેુલ ચોકસી ડોમિનિકામાં પકડાઇ ગયો છે. તેના ઝડપાઇ ગયા બાદ રોજ રોજ નવી માહિતી સામે આવી રહી છે. એન્ટીગુઆના વડાપ્રધાને આશંકા બતાવી કે ડોમિનિકામાં મેહુલ ચોકસી ગર્લફ્રેન્ડના ચક્કરમાં પકડાઇ ગયો છે. એન્ટીગુઆની નાગરિકતા પ્રાપત કરી ચુકેલો મેહુલ ચોકસી અચાનક ગાયબ થઇ ગયો હતો. ત્યારબાદ તે ડોમિનિકામાંથી પકડાઇ ગયો હતો. ગત રાત્રે મહેુલ ચોકસીની કસ્ટડીની તસવીર પણ સામે આવી હતી. જેમાં તેની આંખો લાલ અને હાથ પર ઇજાના નિશાન પણ જાેવા મળ્યા હતાં.

  એન્ટીગુઆના ન્યુઝ અનુસાર એન્ટીગુઆ અને બારમુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને જણાવ્યું હતું કે મહેુલ ચોકસી પોતાની ગર્લફ્રેન્ડને લઇને રોમાંટિક ટ્રિપ પર ગયો હતો અને ત્યાંથી પકડાઇ ગયો .બ્રાઉને વધારામાં જણાવ્યું હતું કે ભારતે મેહુલ ચોકસીના પ્રત્યાપર્ણ દસ્તાવેજ સાથે એક વિમાન પણ ડોમિનિકામાં મોકલ્યું છે. પરતું ભારતીય અધિકારીઓએ આ વાતને સત્તાવાર રીતે પુષ્ટી કરી નથી. કતર એરવેઝનો વિમાન ડોમિનિકાના ચાલર્સ વિમાની મથકે ઉતર્યો છે. જેન લીધે આ અટકળો લાગી રહી છે. જયારે બ્રાઉને રેડિશઆ શો માં જણાવ્યું હતું કે મહેુલ ચોકસીના પ્રત્યાપર્ણના દસ્તાવેજ સાથે વિમાન ભારતથી આવ્યું છે.

(12:00 am IST)