Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મહારાષ્ટ્રમાં 15 દિવસ લંબાવાયું લોકડાઉન :15 જુન સુધી રહેશે અમલી

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું -- લોકડાઉનથી જે રાહત મળી છે તેને ગુમાવી દેવી નથી: જિલ્લાના કેસો પ્રમાણે કેટલીક છૂટછાટો આપવામાં આવશે

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમા મોટો ઘટાડો થયો હોવા છતાં પણ સરકારે લોકડાઉન 15 દિવસ લંબાવી દીધું છે. રાજ્યમાં હવે 15 જુન સુધી લોકડાઉન લાગુ રહેશે

લોકડાઉન લંબાવવાનું કારણ આપતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે લોકડાઉનથી જે રાહત મળી છે તેને ગુમાવી દેવી નથી જોકે જે જિલ્લામાં ઓછા કેસો નોંધાશે ત્યાં થોડી છૂટછાટો આપવામાં આવશે. અમારી મુખ્ય જવાબદારી રાજ્યને કોરોનાથી સુરક્ષિત રાખવાની છે.

રાજ્યના લોકોને સંબોધિત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે લોકો સતત સવાલો પૂછી રહ્યાં છે. પરંતુ રાજ્ય સુરક્ષિત રહે તેવી અમારી કોશિશ છે. કડક લોકડાઉન નહીં પરંતુ આ વખતે કડક નિયમ બનાવાયા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં હજુ ઘણા એવા જિલ્લા છે જ્યાં નિયમો હળવા કરાયા છે અને ત્યાં કેસો વધવા લાગ્યાં છે. શહેર કરતા ગામડાઓમાં આવી સ્થિતિ વધારે જોવા મળી છે.

સીએમ ઠાકરેએ જણાવ્યું કે રાજ્યમાં વધુ 15 દિવસ લોકડાઉન લંબાવવામાં આવે છે જે 15 જુન સુધી અમલી રહેશે. જિલ્લાના કેસો પ્રમાણે કેટલીક છૂટછાટો આપવામાં આવશે. તેમણે કહ્યું કે કુદરતી હોનારત વખતે જરુરી રાહત સામગ્રીના મુદ્દે મેં તાજેતરમાં પ્રધાનમંત્રી સાથે વાત કરી છે. મને આશા છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં અમને મદદ પૂરી પાડશે.

રાજ્યના લોકોને સંબોધિત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે લોકો સતત સવાલો પૂછી રહ્યાં છે. પરંતુ રાજ્ય સુરક્ષિત રહે તેવી અમારી કોશિશ છે. કડક લોકડાઉન નહીં પરંતુ આ વખતે કડક  નિયમ બનાવાયા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં હજુ ઘણા એવા જિલ્લા છે જ્યાં નિયમો હળવા કરાયા છે અને ત્યાં કેસો વધવા લાગ્યાં છે. શહેર કરતા ગામડાઓમાં આવી સ્થિતિ વધારે જોવા મળી છે....

(12:00 am IST)