Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

દેશમાં કોરોના થાક્યો : નવા 1.52.644 કેસ નોંધાયા : વધુ 2.35.844 દર્દીઓ રિકવર થયા : વધુ 3110 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.29.108 થયો : કુલ કેસનો આંકડો 2.80 કરોડને પાર પહોંચ્યો

સૌથી વધુ તામિલનાડુમાં 28.864 કેસ, કર્ણાટકમાં 20.378 કેસ, કેરળમાં 19.894 કેસ, મહારાષ્ટ્રમાં 18.600 કેસ, આંધ્રપ્રદેશમાં 13.400 કેસ, પશ્ચિમ બંગાળમાં 11.284 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  

દેશમાં કોરોનાનાં નવા 1.52.644 કેસ નોંધાયા છે. જ્યારે 2.35.844 દર્દીઓ રિકવર થયા છે  આ સાથે દેશમાં હવે દેશમાં 2,56.82.805 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 1.52.644 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 3110 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,229.108 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.52.644 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,80.46.254 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 20.23.143એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2.35.844 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ  2,56,82,805 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 28.864 કેસ,કર્ણાટકમાં 20.378 કેસ,  કેરળમાં 19.894 કેસ,મહારાષ્ટ્રમાં 18.600 કેસ, આંધ્રપ્રદેશમાં 13.400 કેસ, પશ્ચિમ બંગાળમાં 11.284 કેસ નોંધાયા છે

(12:00 am IST)