Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

યુપી : ગંગામાં ફરીથી તરતી લાશો મળી : રેતીની ઢગલામાં દફનાવ્યા હતા અસંખ્ય મૃતદેહ

નવી દિલ્હી,તા.૩૧: કોરોના સંકટ વચ્ચે મૃતદેહોને નદીઓમાં ફેંકવાનો અનેક કેસો સામે આવ્યા છે. આવો જ એક કેસ યૂપીના ઉન્નાવમાં એક વખત ફરીથી જોવા મળશે. ઉન્નાવ જિલ્લામાં ગંગામાં તરતી લાશો મળ્યા પછી હડકંપ મચી ગયો છે. અહીં ગંગાનો જળસ્તર વધવાથી શબ તેમાં તરતા થઈ ગયા હતા. અસંખ્ય મૃતદેહ નદી વચ્ચે રેતના ઢગલામાં દફનાવ્યા હતા.

અસલમાં પ્રદેશમાં પાછલા બે દિવસોથી ગંગા જળસ્તરમાં ૪૪ સેન્ટીમીટરનો વધારો થયો છે. જળસ્તર વધવાથી રેતીના ટીલા ડૂબી ગયા અને તે પાણીમાં ઓગળી ગયા છે. ઉન્નાવના બકસર ઘાટ પર મોટી સંખ્યામાં માનવ મૃતદેહોના અવશેષો પાણીમાં તરતા નજરે આવી રહ્યાં છે.

ઉન્નાવ જિલ્લામાં બે દિવસથી ગંગા નદીનું જળસ્તર વધવાના કારણે ધોવાણ શરૂ થઈ ગયું. આ વચ્ચે અનેક મૃતદેહો પરથી રેતી ધોવાઇ ગઈ હતી. બીઘાપુરના આ બકસર દ્યાટ પર ૧૫ દિવસ પહેલા નદીના કાંઠા અને ધારા વચ્ચે દફનાવેલા ડઝનેક મૃતદેહો તરતા નજરે આવી રહ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે, પહેલા દફનાવેલા મૃતદેહો હવે પાણીના ધોવાણના કારણે ખુલ્લા પડી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, પાછલા દિવસોમાં કોરોના અને અન્ય બિમારીઓથી મોતોનો ગ્રાફ વધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફતેહપુર અને રાયબરેલી જિલ્લાની સીમા પર સ્થિત બિઘાપુરના બકસર સ્મશાન ઘાટ પર જગ્યા ઓછી પડવાના કારણે લોકોએ ગંગાની કાંઠે રેતીના ટીલાઓમાં અસંખ્ય મૃતદેહો દફનાવી દીધા હતા.

(9:47 am IST)