Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

૧૮૧ લોકોનો અનોખો પરિવાર

૧ દિવસમાં ૧૦૦ કિલો દાળ-ભાત અને ૪૦ કિલો ચિકન ખાઇ જાય છે

જયાં ચાનાની ૩૯ પત્નીઓ છે અને તે પત્નીઓથી તેને ૯૪ બાળકો છે : ચાના તેનાં પરિવારની સાથે મિઝોરમનાં બટવંગ ગામમાં ૧૦૦ રૂમનાં ઘરમાં રહે છે

નવી દિલ્હી,તા. ૩૧: મિઝોરમમાં રહેનારા જિઓના ચાનાનાં પરિવારને દુનિયામાં સૌથી મોટો પરિવાર છે. આ પરિવારમાં કૂલ ૧૮૧ બાળકો રહે છે. જેમાં મુખિયા ચાના છે જેની ૩૯ પત્નીઓ છે. આ પત્નીથી તેમને ૯૪ બાળકો છે.

ચાના તેનાં પરિવારની સાથે મિઝોરમનાં બટવંગ ગામમાં ૧૦૦ રૂમનાં ઘરમાં રહે છે. તેમાં તેની ૧૪ વહુ છે અને ૩૩ પૌત્ર પૌત્રીઓ છે. ૧૮૧ લોકોનાં આ પરિવારમાં મહિલાઓનું કામ મોટા ભાગે રસોડુ સંભાળવામાં વ્યતિત થઇ જાય છે.

જો વાત ખર્ચાની આવે તો આ પરિવારનો મોટાભાગનો ખર્ચો ખાણી પીણીમાં થાય છે. રિપોર્ટ્સ મુજબ, આ પરિવાર એક દિવસમાં ૧૦૦ કિલો દાળ અને ભાત ખાઇ જાય છે. આ તો ફકત લંચ અને ડિનરની વાત છે. નાશ્તા માટે દરરોજ કંઇક અલગ બને છે.

સાથે જ આ પરિવાર એક વખતમાં ૪૦ કિલો ચિકન ખાઇ જાય છે. જોકે, નોન વેજ બનવામાં વધુ સમય લાગે છે તેથી આ પરિવારમાં વેજ ખાવાનું વધુ બને છે. વેજમાં પણ શાક તેઓ તેમનાં દ્યરમાં જ વાવે છે તેથી બજારથી શાક ખરીદવું ન પડે.

ઘર આંગણે તેઓ પાલક, કોબીચ, સરગવો, મરચા અને બ્રોકલી ઉગાડે છે. હોમ ગાર્ડનને કારણે પરિવારનો ઘણો ખર્ચો બચી જાય છે. આ શાક ઉગાડવામાં પરિવારની મહિલાઓ કરે છે. જે માટે નેચરલ ખાદનો ઉપયોગ થાય છે

પરિવારનાં પુરુષો ખેતી અને જાનવરોનાં પાલન પોષણનું કામ કરે છે. તેનાથી મળતા પૈસાથી પરિવાર ચાલે છે. પણ લોકડાઉનમાં તેમની સામે સર્વાઇવલનો પ્રશ્ન આવી ગયો હતો. લોકડાઉનમાં શાકભાજી અને પલ્ટ્રીની કમાણી બંધ થઇ ગઇ હતી

એવામાં સવાલ એ થાય છે કે, આ પરિવારનું ગુજરાન કેવી રીતે થાય છે. તો આપને જણાવી દઇએ કે, પરિવારને તેમનાં ચાહનારા ડોનેશન મળે છે. એક ઇન્ટરવ્યૂમાં પરિવારનાં મુખિયાએ જણાવ્યું હતું કે, ઘણાં લોકો છે જે તેમને પ્રેમ કરે છે અને ડોનેશન આપે છે.

આપને જણાવી દઇએ કે, ચાના ૧૯૪૨માં શરૂ એક ઇસાઇ ગ્રુપ ચાનાનાં મુખિયા છે. જેમાં બહુપત્નીત્વની પરવાનગી છે. અત્યાર સુધી કુલ ૪૦૦ પરિવાર તેમાં રજિસ્ટર છે. અને એવું કહેવાય છે કે, જલ્દી જ આ ગ્રુપ દુનિયામાં સૌથી મોટો સમાજ બની ગયો છે. તેનો મુખ્ય ઉદ્દેશ બાળકો પેદા કરી તેમનો સમાજ વધારવાનો છે.

(9:55 am IST)