Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

દરેક ૫ ઘરમાંથી સગાના મોતના અહેવાલ

દર ૧૦ ઘરમાંથી એક વ્યકિત કોરોના પોઝીટીવ

કોરોનાના સેકન્ડ વેવમાં તંદુરસ્ત લોકોના મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું : તારણ

નવી દિલ્હી,તા.૩૧: ભારતમાં દરેક દસમાં દ્યરમાં એક વ્યકિત કોરોનાગ્રસ્ત મળી આવી છે તો દરેક પાંચમાં દ્યરમાંથી કોઇ નજીકના સગાના મોતના સમાચાર રહ્યા છે તેમ એક સર્વેમાં જણાવાયું છે. હાલ કોઇ પરિવારની કે તેની નજીકની૧૦મી વ્યકિત કોરોના પોઝિટિવ છે અને પ્રત્યેક પાંચમી વ્યકિત જીવ ગુમાવી રહી છે.

આઈએએનએસ-સીવોટર કોવિડ ટ્રેકરનો આ સર્વે છે. સર્વે મુજબ દરેક ૧૦ પરિવારમાંથી ઓછામાં ઓછા એક પરિવારના સભ્યને કોરોના થયો છે અને પ્રત્યેક ૨૦ ભારતીય પરિવારમાંથી એક વ્યકિતનું મૃત્યુ થયું છે. ટ્રેકરમાં માલૂમ પડ્યું છે કે કોરોનાના સેકન્ડ વેવમાં તંદુરસ્ત લોકોના મૃત્યુનું પ્રમાણ પણ વધારે છે. સર્વેમાં ૫૮.૯ ટકા લોકોએ કહ્યું હતું કે તેમના જે-તે સ્વજન કોરોનામાં મૃત્યુ પામ્યા તે પહેલાં સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત હતા.

આ ઉપરાંત સૌથી વધુ મૃત્યુદર યુવાઓમાં જોવા મળ્યો છે. ૩૬.૨ ટકા મૃત્યુ ૪૫ વર્ષથી ઓછી વયના લોકોના થયા છે. ૧૪.૯ ટકા મૃત્યુ ૨૬ વર્ષથી ૩૫ વર્ષની વયના યુવાઓમાં થયા છે. ૧૯.૧ ટકા મૃત્યુ ૩૬થી ૪૫ વર્ષની વયની વચ્ચેના લોકોના થયા છે.

દરેક પરિવારમાં હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે કે કોઈને કોરોનાનો ચેપ લાગ્યો છે કે કેમ કે સારવાર મળશે કે કેમ. જયાં સુધી કોરોનાના કેસમાં નોંધપાત્ર દ્યટાડો નહીં થાય અને બીજી તરફ ઓકિસજનનો પૂરતો સપ્લાય નહીં ઉપલબ્ધ થાય ત્યાં સુધી આ ડર રહેશે. ટ્રેકર સામાન્ય રીતે સત્ત્।ાવાર ટ્રેન્ડલાઈન કરતાં એકથી બે સપ્તાહ આગળ હોય છે અને આગામી ૬થી ૮ સપ્તાહમાં આવી સ્થિતિ થાય તેમ લાગતું નથી.

ટ્રેકર અનુસાર દેશમાં કોરોના અત્યારે સૌથી ટોચનો મુદ્દો બની રહ્યો છે અને કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા અને મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યાનો આંકડો ટ્રેકર દ્વારા અપાયો છે તે આંકડો સરકારી આંકડા કરતાં ઘણો વધારે છે.

ઈન્ફ્લુએન્ઝા જેવા ચિહ્રનોવાળા અનેક કેસ નોંધાયા છે. પરંતુ આવા અનેક લોકોના કોરોના ટેસ્ટ થયા નથી. ટ્રેકરમાં માલૂમ પડ્યું છે કે ગમે તે રીતે જોઈએ તો પણ પબ્લિક આંકડા જે દર્શાવાઈ રહ્યા છે તેના કરતાં કોરોનાના એકિટવ કેસ કે મૃત્યુઆંક બન્નેના મામલે ટ્રેકરના આંકડા કરતાં આ સરકારી આંકડા ૧૦મા ભાગના છે.

કોવિડ-૧૦ ટ્રેકરની સેમ્પલ સાઈઝ ૫૬,૬૮૫ હતી અને આ સર્વે ૧ જાન્યુઆરીથી ૨૭ મે, ૨૦૨૧ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. લોકસભાની તમામ ૫૪૨ બેઠકના મતવિસ્તારને તેમાં આવરી લેવામાં આવ્યા હતા. સર્વેમાં ૫૯.૯ ટકા લોકોએ કહ્યું હતું કે તેમને સતત ગભરાટ રહે છે કે તેમને પોતાને કે પરિવારના કોઈ સભ્યને કોરોના થઈ જશે.

ભારત સરકાર કોરોના સામેના જંગમાં બરાબર કામ કરી રહી છે કે કેમ તે મુદ્દે સર્વેમાં દેશ વિભાજિત છે. ૪૮.૭ ટકા લોકોએ કહ્યું હતું કે સરકાર બરાબર કામ કરી રહી છે, જયારે ૪૮.૬ ટકા લોકોએ કહ્યું હતું કે સરકાર બરાબર રીતે કામ નથી કરતી. ૪૬.૮ ટકા લોકોએ કહ્યું હતું કે કોરોનાવાઈરસ અંગે ગભરાટના મામલે અતિશયોકિત કરવામાં આવી છે તેવું તેમને લાગે છે.

આઈસીયુ, વેન્ટિલેટર, ઓકિસજન સપ્લાયની જરૂરિયાત અંગે ૫૧.૭ ટકા લોકોએ કહ્યું હતું કે તેમને તે સરળતાથી મળી રહ્યું હતું, જયારે ૩૧.૭ ટકા લોકોએ કહ્યું હતું કે ભારે પ્રયાસ પછી તેમને આ સવલત મળી. ૮.૪ ટકા લોકોએ કહ્યું હતું કે ઘણાં પ્રયાસ પછી પણ તેમને આ સવલત મળી ન હતી.

(9:55 am IST)