Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જુલાઈમાં મળી શકે છે મંજૂરી

૫ થી ૧૨ વર્ષના બાળકો માટે ઝાયડસ કેડિલાએ બનાવી વેકિસન

નવી દિલ્હી,તા. ૩૧:  ગુજરાતના અમદાવાદમાં આવેલી ઝાયડસ કેડિલા ગ્રુપે કોરોના વાયરસની પોતાની વેકિસન ઝોયકોવ-ડીએ ૫ થી ૧૨ વર્ષના બાળકો માટે ટેસ્ટ કરવાનું આયોજન કરી રહ્યું છે. ઝયકોવ-ડી પ્લાજમિડ ડીએનએ વેકિસન છે, જોકે ન્યૂકિલએક એસિડ વેકિસન તરીકે આવે છે. હાલમાં જ તેનો ૮૦૦ બાળકો પર ટ્રાયલ પણ કર્યો છે જે પરિક્ષણ ૧૨ થી ૧૮ વર્ષના બાળકો પર કરવામાં આવ્યો હતો.

કંપનીની તૈયારી જૂન અથવા જુલાઈના અંત સુધીમાં તેની રસી માટે ઈમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી મેળવવાની છે.  કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેકટરએ કહ્યું હતું કે, 'અમારી પાસે ૫ થી ૧૨ વર્ષની વયના બાળકો પર રસી પરીક્ષણ અંગેનો સારો ડેટા હશે, જો બધુ બરાબર ચાલે છે, તો ૧૨ થી ૧૮ વર્ષ માટે રસીને માન્યતા મળી શકે છે.'

પટેલે કહ્યું, 'રસીનો વિકાસ હંમેશાં તબક્કામાં થતો હોય છે, પહેલા વરિષ્ઠ લોકો માટે, પછી બાળકો માટે અને પછી ૫ વર્ષથી નાના બાળકો માટે. અમારી રસી બાળકો માટે વધુ ફાયદાકારક રહેશે. કોઈ આડઅસર નહીં થાય.' સામાન્ય રીતે અન્ય રસીઓમાં જોવા મળે છે. આ રસીનો બીજો ફાયદો એ છે કે, તેને ઇન્જેકશનની જરૂર નથી.

તાજેતરમાં, ઝાયડસ કેડિલાએ કોરોના વાયરસની સારવાર માટે મોનોકલોનલ એન્ટિબોડીઝ કોકટેલની માનવ કિલનિકલ ટ્રાયલ માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલની મંજૂરી માંગી છે. કેડિલા હેલ્થકેરએ જણાવ્યું છે કે 'ઝાયડસ કોરોના વાયરસની ZRC-૩૩૦૮ રસીના ત્રીજા તબક્કોના કિલનિકલ ટ્રાયલ માટે ડીસીજીઆઈની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.' આ રસી કોરોના વાયરસના બે મોનોકલોનલ એન્ટિબોડીઝની કોકટેલ છે.

ઝાયડસે જણાવ્યું છે કે, કેડિલા હેલ્થકેર ભારતની એકમાત્ર કંપની છે જે કોકટેલ આધારિત મોનોકલોનલ એન્ટિબોડી વિકસાવે છે. જે કોરોના વાયરસને મારી નાખે છે.

(10:35 am IST)