Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

હવે આવ્‍યા ‘લોંગ કોવિડ'ના કેસઃ શરીરમાં ૫-૬ મહિના રહે છે લક્ષણ

કોરોના વાયરસની બીજી લહેર પોતાની સાથે નવા-નવા સંકટને સાથે લઇ આવી છે : દેશ-વિદેશમાં ૨૦ ટકા દર્દી ‘લોંગ કોવિડ'થી પીડિત છે ગંભીર-હળવા લક્ષણો જોવા મળે છે

નવી દિલ્‍હી, તા.૩૧: કોરોનાના સતત બદલાતા રૂપને લઈને લોકો પરેશાન રહ્યા છે પણ હવે લક્ષણો બદલાતા પરેશાની વધી છે. જેમાં રિકવર થયા બાદ પણ ૬ મહિના સુધી લક્ષણો જોવા મળી રહ્યા છે.

જયારથી દેશમાં કોરોના વાયરસ આવ્‍યો છે ત્‍યારથી તેના અનેક રૂપ સામે આવ્‍યા છે. અનેક અલગ પરેશાનીઓ આવી રહી છે. કોરોનાના દર્દી એવા છે જેમાં રિકવર થયા બાદ પણ લક્ષણો જોવા મળી રહ્યા છે. કેટલાક લક્ષણો તો અઠવાડિયાઓ અને ૬ મહિના સુધી રહે છે. આ સ્‍થિતિને લોન્‍ગ કોવિડનું નામ અપાયું છે.

એમ્‍સના ડો. નીરજ કહે છે કે દેશમાં નહીં વિદેશમાં પણ કોરોનાના દર્દીને સાજા થવામાં ૫-૬ મહિનાનો સમય લાગે છે. આ સમય સુધી તેનામાં લક્ષણો જોવા મળે છે. જેમની સ્‍થિતિ ગંભીર થઈ અને જેમને હોસ્‍પિટલમાં એડમિટ કર્યા તેમનામાં લોન્‍ગ કોવિડ જોવા મળ્‍યો છે.દેશ વિદેશમાં ૨૦ ટકા કેસમાં લોન્‍ગ કોવિડ જોવા મળી રહ્યો છે. ગંભીર દર્દીમાં કેટલાક કેસ મળ્‍યા છે જેમને સામાન્‍ય લક્ષણોની સાથે કોકોના થયો અને તેઓ હોમ આઈસોલેશનમાં સાજા થયા. રિકવર થયાના ૫ અઠવાડિયા બાદ જે સૌથી વધારે લક્ષણ જોવા મળી રહ્યું છે તે હતું થાક.

ડોક્‍ટર કહે છે કે એક સ્‍ટડીમાં જાણવા મળ્‍યું છે કે લોન્‍ગ કોવિડમાં થાકની ફરિયાદ રહે છે. ૧૧.૮ ટકા લોકને રિકવર થયા બાદ અનેક દિવસો સુધી આ ફરિયાદ રહી છે. આ કોમન લક્ષણ હતું. જેમાં થાક સાથે કફની સમસ્‍યા રહેતી. તો ૧૦.૧ ટકા લોકોને માથુ દુઃખવું, ૬.૪ ટકા લોકોને સ્‍વાદ ન આવવો, ૬.૩ ટકાને સુગંધ ન આવવી, ૬.૨ ટકાને ગળામાં દર્દ થવું, ૫.૬ ટકાને શ્વાસમાં તકલીફ થવી જેવા લક્ષણો જોવા મળ્‍યા છે. તેમનું કહેવું છે કે એવા પણ દર્દીઓ આવ્‍યા છે જેમને તાવ અને અન્‍ય સામાન્‍ય લક્ષણો ૬ મહિના બાદ પણ રહે છે. આ કોરોના નહી પણ લોન્‍ગ કોવિડના લક્ષણો છે. તેના માટે ડોક્‍ટરની સલાહ અનુસાર દવા લેવી જરૂરી છે.

કોરોનાથી રિકવર થયા બાદ કરો આ કામ

* મેન્‍ટલ હેલ્‍થનું ધ્‍યાન રાખો

* ૮ કલાકની ઊંદ્ય લો

* સ્‍મોકિંગ અને આલ્‍કોહોલ ન લો

* કેફીનનું પ્રમાણ ઓછું કરો

* આરામ કરો અને ભાગદોડને ઘટાડો

* સવારના સમયે થોડી કસરત કરો

 સારી રિકવરી અને ફિટ રહેવા માટે આ ફૂડને કરો ડાયટમાં સામેલ

બીન્‍સ, દાળ, ફિશ, ઈંડા, મીટ, પનીર. તેમાં પ્રોટીન, વિટામીન અને મિનરલ્‍સ વધારે હોય છે. તેનાથી જલ્‍દી અને સારી રિકવરીમાં મદદ મળે છે.

(10:16 am IST)