Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જો સ્‍વસ્‍થ રહ્યો તો ૨૦૨૪માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડીશઃ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ

રાષ્ટ્રપતિ પદેથી હટ્‍યા બાદ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની શારીરિક ગતિવિધિમાં અંતર જોવા મળ્‍યું છેઃ તેમણે પોતાનું વજન પણ ઘટાડયુ છે અને પોતાની પસંદગીની મિઠાઈ પણ છોડી દીધી છે

ફલોરિડા, તા.૩૧: અમેરિતાના અત્‍યાર સુધી સૌથી બદનામ રાષ્ટ્રપતિ રહેલા ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કહ્યુ કે, જો સ્‍વસ્‍થ રહીશ વર્ષ ૨૦૨૪માં યોજાનારી ચૂંટણી લડશે. તેમણે પોતાના ખાસ સહયોગી સાથે પોતાની વધતી ઉંમરને જોતા આ વાત કહી છે.

રિપબ્‍લિકન પાર્ટીના નેતા રોની જોનસને પણ ટ્રમ્‍પની બીજીવાર ચૂંટણી લડવાની સંભાવનાઓને હવા આપી હતી. તેમણે એક સ્‍થાનીક રિપોર્ટર સાથે વાત કરતા કહ્યું હતું કે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ આગામી ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યાં છે. એકવાર તે નિર્ણય કરે ત્‍યારબાદ અમે જોઈએ શું થાય છે.

રાષ્ટ્રપતિ પદેથી હટ્‍યા બાદ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની શારીરિક ગતિવિધિમાં અંતર જોવા મળ્‍યું છે. તેમણે પોતાનું વજન પણ ઘટાડ્‍યુ છે અને પોતાની પસંદગીની મિઠાઈ પણ છોડી દીધી છે. એટલું જ નહીં હંમેશા ડાયટ કોક પીનારા ડોનાલ્‍ડ ટ્રમ્‍પ હવે તેનાથી પણ દૂર રહે છે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કોરોનાથી સાજા થયા બાદ પોતાના ડાયટની સાથે એક્‍સરસાઇઝ એક્‍ટિવિટીમાં પણ ફેરફાર કર્યો છે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સ્‍થાનીક ન્‍યૂઝ ચેનલ ફોક્‍સ ન્‍યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે, તે આગામી ચૂંટણીને લઈને ગંભીર છે. તેમણે દાવો કર્યો કે હજુ પણ રિપબ્‍લિકન પાર્ટીના મોટાભાગના સભ્‍યોનું સમર્થન તેમની પાસે છે.

(10:18 am IST)